Photos: મુકેશ અંબાણીએ દીકરાની થનાર વહુ શ્લોકા સાથે કર્યા બદ્રીનાથના દર્શન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: મુકેશ અંબાણીએ દીકરાની થનાર વહુ શ્લોકા સાથે કર્યા બદ્રીનાથના દર્શન

Photos: મુકેશ અંબાણીએ દીકરાની થનાર વહુ શ્લોકા સાથે કર્યા બદ્રીનાથના દર્શન

 | 5:28 pm IST


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી મોટા દીકરા આકાશ અંબાણીની થનાર વહુ શ્લોક મહેતા સાથે આજે બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાણી પરિવારે પોતાના ઘરમાં આવનાર વહુ સાથે બદ્રીવિશાલ દ્વાર પહોંચી 45 મિનિટ સુધી ખાસ પૂજા અર્ચનાકરી હતી. અંબાણી પરિવાર દર વર્ષે બદ્રીનાથ ધામના દર્શન કરવા પહોંચે છે. આ વર્ષે વહુ શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની સાથે પહોંચ્યા. ભગવાનની પૂજા અર્ચના માટે હંમેશા ઘરેથી માખણ કમળના ફૂલ અને ભગવાન માટે ખાસ પ્રસાદ ઘરેથી જઇ લઇને બદ્રીનાથ ધામ અંબાણી પરિવાર આવે છે. બદ્રીનાથ દર્શન બાદ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદારનાથ દર્શન માટે ગયા.

આની પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી થનાર વહુ શ્લોકા મહેતાની સાથે 25મી માર્ચના રોજ મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર પણ પહોંચ્યા હતા. આપને જણાવી દઇએ કે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના હીરા વેપારીની દીકરી શ્લોકા મહેતા સાથે સગાઇ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે તેમના લગ્નનો સમારંભ 4 થી 5 દિવસ ચાલી શકે છે. મુંબઇની ઓબેરોય હોટલમાં આ ભવ્ય લગ્નનું આયોજન થઇ શકે છે. જો કે તારીખની હજી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.