Mukesh Ambani's Dream Project Jio Institute Will built in 800 acres land
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મુકેશ અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘જિયો ઇન્સ્ટિટ્યૂટ’ 800 એકરમાં બનશે, આવો છે પ્લાન

મુકેશ અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘જિયો ઇન્સ્ટિટ્યૂટ’ 800 એકરમાં બનશે, આવો છે પ્લાન

 | 3:31 pm IST

રિલાયન્સ ફાઉન્ડેશનનો આગામી પ્રોજેક્ટ જિયો ઇન્સ્ટિટ્યૂટ અત્યારે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર તરફથી તેને ઉત્કૃષ્ટ સંસ્થા ગણાવવામાં આવી છે ત્યારથી તે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ભલે આ પ્રોજેક્ટને લઇને મજાક ઉડી રહી હોય પરંતુ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેયરમેન મુકેશ અંબાણીનો મહત્વનો પ્રોજેક્ટ છે.
ખુદ મુકેશ અંબાણી એ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે જેણે જિયો ઇન્સ્ટિટ્યૂટ્સને IOIનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તેમણે આવો પ્રોજેક્ટ ગત સરકારને પણ બતાવ્યો હતો. જિયો તરફથી આપવામાં આવેલા પ્લાનમાં કહેવામાં આવ્યું હતુ કે પ્રથમ વર્ષે બધા દસ્તાવેજો પર કામ કરી લેવામાં આવશે અને 800 એકર જમીન પર કામ શરૂ કરવામાં આવશે. બીજા વર્ષમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ત્રીજા વર્ષમાં પ્રથમ બૈચ શરૂ કરવામાં આવશે અને આગામી 6 વર્ષોમાં લગભગ 10 સ્કૂલ ખોલવામાં આવશે. આગામી 10 વર્ષમાં આ ટોપ 100 યંગ યૂનિવર્સિટીમાંથી એક હશે અને 13 વર્ષમાં ટૉપ 500 ગ્લોબલ રેંકિગમાં તેનું નામ હશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વિશ્વવિદ્યાલય મહારાષ્ટ્રમાં હશે.