Mukesh Ambani's serious brainstorming for division of wealth among his children
  • Home
  • Business
  • મુકેશ અંબાણીનું સંતાનો વચ્ચે સંપત્તિના વિભાજન માટે ગંભીર મંથન

મુકેશ અંબાણીનું સંતાનો વચ્ચે સંપત્તિના વિભાજન માટે ગંભીર મંથન

 | 7:30 am IST
  • Share

  • પહેલા તબક્કે વૉલમાર્ટના માલિક વૉલ્ટન પરિવારની ફોર્મ્યુલા પસંદ આવી, જેના પર સક્રિય વિચારણા કરાઈ રહી છે

  • કંપનીના ત્રણ મુખ્ય બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રહેશે, ભવિષ્યમાં ત્રણેય બિઝનેસ કંપનીનું અલગથી લિસ્ટિંગ  થશે

  • મુકેશ અંબાણી તેમની તમામ સંપત્તિ એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે

 

એશિયાનાં અબજોપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી ભવિષ્યમાં તેમનાં સંતાનો વચ્ચે સંપત્તિનું વિભાજન કરવા માટે ગંભીર મંથન કરી રહ્યા છે. બાળકો વચ્ચે સંપત્તિની વહેંચણીને લઈને કોઈ વિવાદ ન સર્જાય તે માટે તેઓ વિશ્વનાં કેટલાક અબજોપતિઓની ઉત્તરાધિકારી નિયુક્ત કરવાની ફોર્મ્યુલાનો અભ્યાસ કરી રહ્યા હોવાનો દાવો બ્લૂમબર્ગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જે અબજોપતિઓનાં સંપત્તિનાં ભાગલા પાડવાનાં પ્લાનનો અભ્યાસ કર્યો છે તેમાં વૉલમાર્ટનાં માલિક વૉલ્ટન પરિવારથી લઈને કૉચ પરિવારનો સમાવેશ થાય છે. તેમને વૉલ્ટન પરિવારની ફોર્મ્યુલા પસંદ આવી હોવાનું મનાય છે.

મુકેશ અંબાણી તેમની તમામ સંપત્તિ એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે આ ટ્રસ્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતું હશે. કંપનીનાં ત્રણ મુખ્ય બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રહેશે અને ભવિષ્યમાં ત્રણેય બિઝનેસ કંપનીનું અલગથી લિસ્ટિંગ કરવામાં આવી શકે છે. આ ટ્રસ્ટમાં મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, તેમજ તેમનાં ત્રણેય સંતાનો આકાશ, ઈશા અને અનંતની હિસ્સેદારી રહેશે. ટ્રસ્ટનાં બોર્ડમાં તમામને સામેલ કરાશે.

રિલાયન્સ ગ્રૂપનો કારોબાર પેટ્રોકેમિકલ્સ, રિફાઇનિંગ, રિટેલ, ઈ-કોમર્સ તેમજ ટેલિકોમ સેક્ટરમાં છે. RILના ચેરમેન મુકેશ અંબાણી છે. હાલ તેઓ સક્રિય રીતે ગ્રૂપ કંપનીઓનો કારોબાર ચલાવે છે. ઈશા અને આકાશ અંબાણી ટેલિકોમ અને રિટેલનો કારોબાર સંભાળે છે જ્યારે અનંત અંબાણીને રિલાયન્સ ગ્રૂપની બે સોલાર કંપનીનાં ડિરેક્ટર બનાવાયા છે. રિલાયન્સ ગ્રૂપનાં મુખ્ય ત્રણ બિઝનેસ છે એનર્જી, રિટેલ અને ડિજિટલ.

આ ત્રણેય બિઝનેસની હોલ્ડિંગ કંપની હાલ રિલાયન્સ છે પણ ભવિષ્યમાં ત્રણેય બિઝનેસની અલગ અલગ કંપનીઓનું જુદુ જુદુ લિસ્ટિંગ કરવામાં આવી શકે છે. જેમાં ત્રણેય સંતાનો અને નીતા અંબાણીને સમાન ઇક્વિટી હોલ્ડિંગ આપવામાં આવી શકે છે. આને કારણે ભવિષ્યમાં સંપત્તિની વહેંચણીને લગતો કોઈ વિવાદ જાગવાની સમસ્યા સર્જાય નહીં તેની તકેદારી રાખવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો