મુકેશ અંબાણીના દીકરા આકાશના આ વર્ષે લગ્ન? જાણો કોણ બની શકે છે સૌથી ધનિક પરિવારની વહુ - Sandesh
  • Home
  • Business
  • મુકેશ અંબાણીના દીકરા આકાશના આ વર્ષે લગ્ન? જાણો કોણ બની શકે છે સૌથી ધનિક પરિવારની વહુ

મુકેશ અંબાણીના દીકરા આકાશના આ વર્ષે લગ્ન? જાણો કોણ બની શકે છે સૌથી ધનિક પરિવારની વહુ

 | 8:55 am IST

શું આકાશ અંબાણીના લગ્ન આ વર્ષે શ્લોકા મહેતાની સાથે થવા જઇ રહ્યાં છે? સૂત્રોનો વિશ્વાસ કરીએ તો ‘હા બંનેના લગ્ન આ વર્ષે થશે.’ આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો છે. જ્યારે શ્લોકા હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. બંને પરિવારોએ જોકે આ અંગે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

જોકે સૂત્રોનું માનીએ તો સગાઇની જાહેરાત આવનારા થોડાંક સપ્તાહમાં થઇ શકે છે. લગ્ન ડિસેમ્બરમાં થઇ શકે છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાથી પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે અભ્યાસ પણ કર્યો છે. બીજીબાજુ પરિવારના સૂત્રોનું કહેવું છે કે આકાશના લગ્ન કે સગાઇની કોઇ તારીખ નક્કી થઇ નથી.

આપને જણાવી દઇએ કે મુકેશ અંબાણીને ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઇમાં રહે છે. આકાશ અત્યારે રિલાયન્સ જિયોના બોર્ડમાં છે, જ્યારે શ્લોકા રોઝી બ્લયુ ફાઉન્ડેશનને નિર્દેશક છે. મીડિયા રિપોર્ટસના મતે શ્લોકાએ અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીમાંથી અંથ્રોપોલીજીનો અભ્યાસ કર્યો છે, આ સિવાય તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્સ સાયન્સમાંથી માસ્ટર્ડ ઇન લૉ કર્યું છે. શ્લોકા કનેક્ટફૉર સંસ્થાની સહ સંસ્થાપક છે. આ સંસ્થા એનજીઓની મદદ કરે છે. શ્લોકા, રસેલ મહેતા અને મોનાના ત્રણ સંતાનોમાં સૌથી નાની છે. આ પરિવાર વિવાદાસ્પદ હીરા વેપારી નીરવ મોદીના નજીકના સંબંધી છે. કેટલાંક મીડિયા રિપોર્ટસના મતે 24મી માર્ચના રોજ બંનેની સગાઇ થઇ શકે છે. સૂત્રોના મેત બંનેના લગ્ન ભારતમાં જ થશે.