Mukesh Chhabra Shared First Audion Video Of Sushant Singh Rajput
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતની છેલ્લી ફિલ્મનાં ડાયરેક્ટરે શેર કર્યો તેના પહેલા ઑડિશનનો વિડીયો, લખ્યું- તે દિલમાં રહેશે

સુશાંતની છેલ્લી ફિલ્મનાં ડાયરેક્ટરે શેર કર્યો તેના પહેલા ઑડિશનનો વિડીયો, લખ્યું- તે દિલમાં રહેશે

 | 2:06 pm IST

સુશાંત સિંહ રાજપૂતનાં જવાથી અનેક લોકો દુ:ખી છે. તેમની મોતનાં લગભગ 2 અઠવાડિયા બાદ પણ એક્ટરનાં નજીકનાં લોકો તેના વિડીયો, તસવીરો શેર કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નાં ડાયરેક્ટર મુકેશ છાબરાએ પણ એક્ટરનાં ફિલ્મી સફરનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શેર કરીને મુકેશે ટીમ તરફથી સુશાંતને શ્રદ્ધાંજલિ આપી છે.

 રેસ્ટ ઇન ‘લવ’

વિડીયોમાં સુશાંતની પહેલી ફિલ્મ ‘કાઈપો છે’થી લઇને ‘એમએસ ધોની’, ‘કેદરનાથ’, ‘પીકે’, ‘છિછોરે’ તમામ હિટ ફિલ્મોની શૉર્ટ ક્લિપ્સ બતાવવામાં આવી છે. આ સાથે મુકેશ છાબરાએ લખ્યું છે કે, ‘એ છોકરો જે કોઈપણ ઑડિશનમાં ફેલ નથી થયો, કરોડો લોકોનાં દિલને પોતાના ટેલેન્ટથી જીત્યું અને તમામનાં દિલોમાં હંમેશા માટે રહેવાનો નિર્ણય કર્યો… MCCCની ટીમ તરફથી સુશાંત સિંહ રાજપૂત અને તેમના સફરને શ્રદ્ધાંજલિ, જેને હંમેશાથી ખુશીથી યાદ કરવામાં આવશે. રેસ્ટ ઇન ‘લવ’.

‘દિલ બેચારા’થી મુકેશનું ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ

મુકેશ છાબરા સુશાંતની અંતિમ ફિલ્મનાં ડાયરેક્ટર છે. આ મુકેશનું ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ પણ છે. એક્ટરનાં મોતથી તેમના દોસ્તો, પરિવાર અને ફેન્સને જેટલો ઝાટકો લાગ્યો તેટલા જ દુ:ખી મુકેશ છાબરા પણ છે. તેઓ આ પહેલા પણ સુશાંત માટે પોસ્ટ શેર કરી ચુક્યા છે. ગત પોસ્ટમાં મુકેશે જણાવ્યું હતુ કે સુશાંત ફક્ત તેમની ડાયરોક્ટોરિયલ ફિલ્મનો હીરો નથી, પરંતુ તેમનો સારો દોસ્ત પણ છે, જેણે ખરાબ સમયમાં પણ મુકેશનો સાથ આપ્યો.

સુશાંતે તેમની પહેલી ફિલ્મ કરવાનો વાયદો પૂરો કર્યો

મુકેશે પોસ્ટમાં એ પણ કહ્યું હતુ કે, સુશાંતે તેમને વાયદો કર્યો હતો કે તેમની પહેલી ફિલ્મમાં તે કામ કરશે. તે વાયદો તો નિભાવી ગયો, પરંતુ મુકેશને તેના વગર આ ફિલ્મ રીલીઝ કરવાનું દુ:ખ છે. મુકેશ છાબરાએ જ એ જાહેર કર્યું હતુ કે, ‘દિલ બેચારા’ને ડિઝ્ની હૉટસ્ટાર પર રીલીઝ કરવામાં આવશે. તેઓ કહે છે કે, ‘અમને ખુશી છે કે અમે આ મહાન અભિનેતાની લીગેસીને જાળવી રાખવા માટે કંઇક કરી શકી રહ્યા છીએ. દિલ બેચારાને ડિઝ્ની હૉટસ્ટાર પર રીલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને સબ્સક્રાઇબર અને નૉન સબ્સક્રાઇબર બંને જોઇ શકશે.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાનના કરાંચીમાં આતંકી હુમલો, 5 લોકોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન