NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પુત્ર-વહુના કહેવા પર પાર્ટી તોડાવી રહ્યા છે રામગોપાલ: મુલાયમની અકળામણ

પુત્ર-વહુના કહેવા પર પાર્ટી તોડાવી રહ્યા છે રામગોપાલ: મુલાયમની અકળામણ

 | 2:59 pm IST

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે આજે કહ્યું કે સમાજવાદી પાર્ટીનું નામ કે ચૂંટણી ચિન્હ બદલાવવાનું નથી. સપાની ઓફિસમાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે પહેલા ઈશારામાં અને ત્યારબાદ સ્પષ્ટતા કરતા પાર્ટીમાં વિવાદના એકમાત્ર કારણ તરીકે રામગોપાલ યાદવનું નામ જણાવ્યું. તેમણે કહ્યું કે રામગોપાલ પોતે અલગ પાર્ટી બનાવવા માંગતા હતાં, તેઓ ચારવાર બીજી પાર્ટીઓના અધ્યક્ષને મળી ચૂક્યા છે. આ દરમિયાન શિવપાલ યાદવ પણ મુલાયમ સાથે હતાં.

સમર્થકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પાર્ટી ઊભી કરવા માટે અમે ઘણું સહન કર્યુ છે. ડંડા ખાધા છે. સંઘર્ષ બાદ સમાજવાદી પાર્ટી બની છે. અખિલેશ અઢી વર્ષનો હતો ત્યારે હું જેલમાં ગયો હતો. કાર્યકર્તાઓએ તકલીફો સહન કરી છે, અમે પણ મુશ્કેલીઓ ઝેલી છે. અમે પાર્ટીની એક્તા માટે સમય આપ્યો. પાર્ટીની એક્તા માટે અમે દરેક પગલું ઉઠાવ્યું છે. કઈ વ્યક્તિ પાર્ટી તોડવામાં લાગી છે તે બધુ હું જાણું છું. અમે નથી ઈચ્છતા કે પાર્ટી તૂટે.

પોતાના સંબોધનમાં મુલાયમે રામગોપાલ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રામગોપાલ તેમના પુત્ર-વહુના કહેવા પર પાર્ટી તોડી રહ્યાં છે. તેઓ અખિલ ભારતીય સમાજવાદી પાર્ટી બનાવી રહ્યાં છે. જેના માટે તેમણે મોટરસાઈકલ ચૂંટણી ચિન્હ માંગ્યું છે. રામગોપાલ 4 વાર ભાજપના અધ્યક્ષને મળી ચૂક્યા છે. કાર્યકર્તાઓને ભાવુક અપીલ કરતા મુલાયમે કહ્યું કે જે મારી પાસે હતું તે બધુ આપી દીધુ. હવે મારી પાસે તમે બધા જ છો. અમે કોઈ પણ કિંમતે પાર્ટી તૂટવા દઈશું નહીં. પાર્ટીની એક્તામાં વિધ્ન ન નાખો. જનતા અને કાર્યક્તાઓ પાર્ટીને એકજૂથ રાખશે.