Mumbai 16 Years Old Teen Aashna Kenia flyer stranded on London Street
  • Home
  • Featured
  • એરપોર્ટના સત્તાવાળાઓએ મુંબઈની ટીનએજરને અડધી રાત્રે કાઢી મુકી, ફૂટપાથ પર વિતાવી રાત

એરપોર્ટના સત્તાવાળાઓએ મુંબઈની ટીનએજરને અડધી રાત્રે કાઢી મુકી, ફૂટપાથ પર વિતાવી રાત

 | 8:36 pm IST

લંડનથી મુંબઈ સુધી બિઝનેસ ક્લાસમાં એકલી મુસાફરી કરનારી કોઈ ટીનએજરે એવું તો નહીં જ વિચાર્યું હોય કે તેને લંડનના હિથ્રો એરપોર્ટની બહાર ફૂટપાથ પર બેસીને રાત વિતાવવી પડશે. ગયા અઠવાડિયે આવું જ થયું. દાદરમાં રહેતી આશના કેનિયા (16 વર્ષ) સાથે. બ્રિટિશ એરવેઝે છેલ્લી ઘડીએ પોતાની ફ્લાઇટ કેન્સલ કરી દીધી. રાતે એરપોર્ટવાળાઓએ બહાર કાઢી મૂક્યા અને આસપાસની બધી હોટેલો બુક હતી. આશના એક કલાક સુધી એકલી ફૂટપાથ પર બેસી રહી, ત્યારે લંડનમાં રહેતા તેના એક સગા તેની મદદે પહોંચ્યા.

આશના 25-26જુલાઈના બ્રિટિશ એરવેઝની રેકવિક-લંડન-મુંબઈ ફ્લાઇટથી મુંબઈ પાછી આવી રહી હતી. લંડનના હિથ્રો એરપોર્ટ પર સાત કલાકના હોલ્ટ પછી રાતે નવ વાગ્યે બોર્ડિંગ ગેટ તરફ જઈ રહી હતી ત્યારે તેને ખબર પડી કે તેની ફ્લાઇટ કેન્સલ થઈ છે. આશનાનું કહેવું છે કે હું આઇસલેન્ડમાં એક મહિનાનો કેમ્પ કરી પાછી આવી રહી હતી. છેલ્લા 24 કલાકથી હું બરાબર સૂતી નહોતી.

એ આશા સાથે તે એરલાઇન્સના કાઉન્ટર પર ગઈ કે કોઈ હોટેલમાં રૂમ મળશે, પણ આશનાને કહેવામાં આવ્યું કોઈ રૂમ નહીં મળે. આશનાએ જણાવ્યું કે એરલાઇન્સનું કહેવું હતું કે 20 ફ્લાઇટ કેન્સલ થઈ છે, એટલે બધા પેસેન્જર્સની સગવડ સંભાળવી અશક્ય હતું. મેં જણાવ્યું કે હું એકલી મુસાફરી કરી રહી છું, પણ કોઈ ફાયદો ન થયો.

આશના સમય વિતાવવા માટે એરપોર્ટ પર જગ્યા શોધતી રહી, દરમિયાન તેના પિતા ફોન પર તેની સાથે વાતચીત કરતા રહ્યા. રાતે બાર વાગ્યે એરપોર્ટ સ્ટાફે તેને એરપોર્ટમાંથી બહાર નીકળી જવા કહ્યું. હિથ્રોમાં અડધી રાતથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાડી દેવામાં આવે છે. આશના બાજુમાં આવેલી ફાઇવ સ્ટાર હોટેલમાં ગઈ પણ ત્યાં કોઈ રૂમ ખાલી નહોતો, લોબીમાં પણ લોકો બેઠા હતા. હું હોટેલની બહાર ફૂટપાથ પર બેસી ગઈ. હું પાંચ કલાકથી રૂમ શોધી રહી હતી.

રાતે ત્રણ વાગ્યે સગા મદદે આવ્યા

દરમિયાન તેના પિતા લંડનમાં પોતાના સગાને ફોન કરતા રહ્યા અને આશનાને લંડનના એક સગાં રાતે ત્રણ વાગ્યે એરપોર્ટ જઈ મળ્યા અને પોતાના ઘરે લઈ ગયા અને સવારે સાત વાગ્યાની ફ્લાઇટ માટે ફરી એરપોર્ટ મૂકી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન