મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન એક વર્ષ વહેલી શરૂ થશે - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન એક વર્ષ વહેલી શરૂ થશે

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન એક વર્ષ વહેલી શરૂ થશે

 | 12:13 am IST

મુંબઇ, તા.૧૪

નરેન્દ્ર મોદી સરકારનો મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરઝડપે આગળ વધી રહ્યો છે. આ વર્ષે જૂન મહિનાથી ૫૦૮ કિલોમીટર લાંબા મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર(એમએએચએસઆર) નું કામ શરૂ કરવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટ પૂરો કરવાની સમયમર્યાદા ૨૦૨૩ હતી તે સુધારીને હવે ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ કરવામાં આવી છે.  આ પ્રોજેક્ટના અમલ માટે રચવામાં આવેલી કંપની નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે જીયો ટેક્નિકલ સર્વે પૂરો થઇ ગયો છે અને સમગ્ર કોરિડોર માટે અમને ગ્રીન સિગ્નલ મળે તે પછી જૂન ૨૦૧૮માં અમે સિવિલ વર્ક શરૂ કરીશું.

હાલ મુંબઇથી અમદાવાદ જતાં આઠ કલાકનો સમય લાગે છે જે બે કલાક ઘટાડીને છ કલાકનો કરવાનો આ પ્રોજેક્ટનો હેતુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે હજી જમીન હસ્તગત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી પરંતુ આ બાબતે ખોટી માહિતી ફેલાવવાનું કામ શરૂ થઇ ગયું છે. ઉદાહરણ તરીકે ખેડૂતોને ચિંતા છે કે તેમના ખેતરમાં માટી ઠાલવવામાં આવશે અને તેને કારણે તેમની જમીન ખેડવાને લાયક રહેશે નહીં. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જનસંપર્ક અધિકારી નીમ્યો છે તે આ બધી ગેરસમજ દૂર કરશે તેવી અમને આશા છે. મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં આ પ્રોજેક્ટ માટે જમીનની જરૂર પડે તેમ છે.

બુલેટ ટ્રેન દરિયામાંથી પસાર થશે

બીકેસીથી સાબરમતી સુધી દોડનારી આ બુલેટ ટ્રેનનો કુલ ૨૧ કિલોમીટર હિસ્સો ભૂગર્ભમાંથી પસાર થશે જેમાંથી સાત કિલોમીટરનો માર્ગ દરિયા નીચેથી પસાર થશે. બીકેસીથી બોઇસર સુધીનો લગભગ સાત કિલોમીટરનો હિસ્સો દરિયામાંથી પસાર થશે. આ હિસ્સા માટે દરિયાના પેટાળમાં પરીક્ષણો કરવામાં આવ્યા છે.

;