લોડેડ રિવોલ્વર સાથે રાજકોટના ત્રણ શખ્સોને મુંબઇ ATSએ ઝડપ્યા, હવાલાકાંડનો પર્દાફાશ કર્યો

મહારાષ્ટ્ર ATSએ ગુજરાતના ત્રણ શખ્સોને પકડીને કરોડોના હવાલાકાંડનો પર્દાફાશ કર્યો છે. આ શખ્સોના પાક્સ્તિાન, યુગાન્ડા અને દુબઇનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. અંધેરીના સિટી મોલ પાસેથી પકડેલા ત્રણેય આરોપી પાસેથી લોડેડ કરેલી બે રિવોલ્વર અને રૂ.૩ લાખ પોલીસે કબજે કર્યા છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકે આ હવાલા રેકેટ પકડયું છે. અનેક મોટા માથાંઓની અને આતંકી પ્રવૃત્તિઓના તાર ખૂલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મુંબઇમાં એન્કાઉન્ટર સ્પેશિયાસિસ્ટ અને મહારાષ્ટ્ર ATSના પોલીસ અધિકારી દયા નાયકની બાતમી મળી હતી કે, ગુજરાતના કેટલાક લોકોે ઘાતક હથિયારો સાથે આવ્યા છે. ATSએ અંધેરીના સિટી મોલ પાસે નાકાબંધી કરી હતી. જેમાં શંકાસ્પદ લાગતી ગુજરાત પાર્સિંગની એક કારને અટકાવી હતી. કારમાં તપાસ કરતા ત્રણ યુવકો પાસેથી બે લોડેડ રિવોલ્વર અને રૂ.૩ લાખ મળી આવ્યા હતા.
ATSએ તપાસ કરતા રાજકોટના ઘોરાજીના વતની મોહમ્મદ યુનુસ ધુણેજા, સૈયદ સોહેલ મિયા અને ઇલિયાસ મોજોઠી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી કુલ-૧૪ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે મોબાઇલ ફોનની તપાસ કરતા દુબઇ, યુગાન્ડા અને પાકિસ્તાનથી કરોડોના હવાલાઓ પાડયા હોવાની વિગતો મળી હતી.
ગુજરાતના આ ત્રણેય યુવકો હવાલા રેકેટ ચલાવી રહ્યા હતા અને જેનાં માટે તેમણે મુંબઇના મીરા રોડ વિસ્તારમાં એક ફ્લેટ રાખ્યો હતો અને ત્યાંથી કારોબાર ચલાવતા હતા. પરંતુ હવાલા રેકેટ સાથે સંકળાયેલા યુવકો લોડેડ હથિયાર સાથે મુંબઇમાં શા માટે ફરી રહ્યા હતા. તેની પણ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ત્રણેય આરોપીઓ પૈકી ઇલિયાસ મોજોઠી સામે ગુજરાતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન