Mumbai: Auto Driver who Masturbated in front of Woman caught by Police
  • Home
  • Featured
  • શરમ વગરનો રીક્ષાવાળો, વહેલી સવારમાં જ રસ્તા વચ્ચે કરતો હસ્તમૈથુન, મહિલા જોઈ ગઈ પછી તો…

શરમ વગરનો રીક્ષાવાળો, વહેલી સવારમાં જ રસ્તા વચ્ચે કરતો હસ્તમૈથુન, મહિલા જોઈ ગઈ પછી તો…

 | 6:43 pm IST

જો તમે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય અને ત્યારે સવાર સવારમાં તમે રસ્તા પર એક વ્યક્તિને હસ્તમૈથુન કરતાં જુઓ તો તમને કેવું લાગે. ખાસ કરીને જો તમે મહિલા હોવ તો… આવી જ ઘટના મુંબઈમાં બની છે. જ્યાં એક મહિલા દરરોજ સવારે મોર્નિંગ માટે નીકળતી હતી, ત્યારે રસ્તા પર એક રીક્ષાવાળો હસ્તમૈથુન કરતો હતો. મહિલાએ આ મામલે ટ્વીટ કરીને મુંબઈ પોલીસને ફરિયાદ કરી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે મંગળવારે 55 વર્ષીય રીક્ષાચાલકની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મલાડમાં મોર્નિંગ વોક કરવા આવેલી મહિલાને જોઈ તે હસ્તમૈથુન કરી રહ્યો હતો. બાંગડ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મહિલાએ આરોપી રામ નરેશ યાદવને રસ્તા પર હસ્તમૈથુન કરતાં જોયો હતો. જે બાદ મહિલાએ તેનો ફોટો ક્લિક કરીને મુંબઈ પોલીસના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો.

બીજા દિવસે પણ મહિલા મોર્નિંગ વોક માટે નીકળી તો ફરીથી રીક્ષાવાળો હસ્તમૈથુન કરી રહ્યો હતો. મહિલાએ આ વખતે રીક્ષાની નંબર પ્લેટનો ફોટો ક્લિક કર્યો અને પોલીસને આ મામલે જાણકારી આપી હતી. પોલીસે કહ્યું કે, અમે તેને ટ્રેક કર્યો અને આઈપીસીની ધારા 509 હેઠળ તેની ધરપકડ કરી છે. તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ

પંજાબમાં ચાર વર્ષની બાળકીને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન