mumbai based writer annie zaidi won the nine dots prize
  • Home
  • Featured
  • ભારતની કલમ ચાલી અને દુનિયા જોતી રહી ગઈ, આ છોકરીને મળ્યું 1,00,000 ડોલરનું ઈનામ

ભારતની કલમ ચાલી અને દુનિયા જોતી રહી ગઈ, આ છોકરીને મળ્યું 1,00,000 ડોલરનું ઈનામ

 | 5:39 pm IST

ભારતની લેખિકા એની જૈદીને બુધવારે એક લાખ ડોલરનાં નાઈન ડોટ્સ પ્રાઈઝ 2019ની વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. આ એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે અને વિશ્વભરનાં સામાયિક મુદ્દાને ઉઠાવનાર નવોન્મેષી વિચારોને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. મુંબઈની રહેનાર જૈદી એક સ્વતંત્ર લેખિકા છે. નિબંધ, લઘુવાર્તા, કવિતા અને નાટક લખે છે.

આ પુરસ્કાર એમની પ્રવિષ્ટિ બ્રેડ, સીમેન્ટ, કૈક્ટસ માટે આપવામાં આવ્યો છે. આ સમસામયિકમાં લેખિકાએ પોતાના ઘરનું વાતાવરણ, એમના જીવનનાં અનુભનો તેમજ સંપત્તિ મેળવવા માટે જે રીતે અસાધારણ મહેનત કરી એ બધુ કંડાર્યું છે. એનીએ કહ્યું કે નાઈન ડોટ્સ પ્રાઈજ જે રીતે નવા લેખકોને પ્રોત્સાહિત કરે છે તેનાથી હું ખુશ છું અને મને આનંદ થયો કે કોઈ તો લેખકો વિશે વિચારે છે. આ સ્પર્ધામાં એવું હતું કે 3000 શબ્દોમાં નિબંધ લખવાનો હતો.

પ્રાઈજ વિજેતાને પોતાના જવાબને એક પુસ્તકનાં રૂપમાં ઢાળવા માટે સહયોગ આપે છે અને જેને કેબ્રિંજ યુનવર્સિટિ પ્રેસ પ્રકાશિત કરે છે. એટલું જ નહીં, આ વિજેતાને કેબ્રિંજ યુનવર્સિટિના આર્ટસ વિભાગમાં થોડો સમય પણ પસાર કરવાનો મોકો આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન