NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો, કિંમત જાણીને બે ઘડી ચક્કર ખાઇ જશો

મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો, કિંમત જાણીને બે ઘડી ચક્કર ખાઇ જશો

 | 12:39 pm IST

દેશભરમાં રિઅલ એસ્ટેટમાં ચોતરફથી મંદીનો માહોલ છે એવી ચર્ચાની વચ્ચે દક્ષિણ મુંબઇમાં એક ફ્લેટ એટલા ઉંચા ભાવ પર વેચાયો તેના અંગે જાણી તમે ક્ષણભર થોભી જશો. 9 ઑગ્સટના રોજ ભુલાભાઈ દેસાઇ રોડ પર આવેલ એક ફ્લેટ પ્રતિ વર્ગફૂટ 2.09 લાખ રૂપિયાના ભાવ પર વેચાયો. 2152 વર્ગફૂટના આ ફલેટને 45 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પ્રોપર્ટીની ખાસ વાત એ છે કે તેમાં રહેનાર આરામથી અરબ સાગરનો નજારો જોઇ શકે છે. એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝના વીપી રંજીત મલ્હોત્રાએ આ ફ્લેટને ખરીદ્યો છે.

એશફર્ડ પલાજો નામનું 19 માળનું ટાવર છે. દરેક ફલોર પર એક ફલેટ અને બિલ્ડિંગમાં અંદાજે 12 ફલેટ છે, જેમાં લોકો રહે છે. તેમાં 6 માળનું પાર્કિંગ, જીમ, બેંકવેટ હોલ, બાળકો માટે પ્લે એરિયા અને એક સર્વિસ ફ્લોર પણ છે.

મલ્હોત્રાએ આ બિલ્ડિંગના 16મા માળનો ફલેટ ખરીદ્યો છે. જો નીચેના 7 ફ્લોટર્સને છોડી દેવામાં આવે તો કહી શકાય કે તેમણે 9મા માળનો ફલેટ ખરીદ્યો છે. રજીસ્ટ્રેશન પ્રમાણે આ ફલેટનો બિલ્ટ-અપ એરિયા 2152 વર્ગફૂટ છે, જ્યારે કાર્પેટ એરિયા 1585 વર્ગફૂટ છે. રંજીત મલ્હોત્રાની પત્ની ઉમાએ આ બિલ્ડિંગના 8મા માળે ફલેટ ખરીદ્યો છે. બંને એ એક જ દિવસે સોદો કર્યો અને તેમનો ફલેટ પણ 45 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. ઉમાના ફલેટનો બિલ્ટ-અપ એરિયા 2690 વર્ગફૂટ છે અને કાર્પેટ એરિયા 2168 વર્ગફૂટ છે. બંને ફલેટ પર ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યૂટીની વાત કરીએ તો મલ્હોત્રા પતિ-પત્નીએ 2.25 કરોડ રૂપિયા ચૂકવ્યા. બંને ફલેટોની સાથે તેમને 4 પાર્કિંગ લૉટ મળ્યા.

રંજીત અને ઉમા એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેકટરના પદ પર છે. ઉમા ગરીબ બાળકો માટે શાળા ચલાવે છે. રંજીત ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એમબીએ છે. દક્ષિણ મુંબઇના તાહની હાઇટ્સમાં તેમનો એક ફલેટ પહેલેથી છે.

પહેલી વખત મુંબઇમાં આટલી ઊંચી કિંમત પર કોઇ ફલેટ વેચાયો છે. આની પહેલાં મુંબઇમાં પ્રતિ વર્ગફૂટ 1.60 લાખ રૂપિયાના ભાવ પર કોઇ ફ્લેટનું વેચાણ કર્યું નથી. ગયા વર્ષે જિંદલ ડ્રગ્સના માલિકે લોઢા અલટામાઉન્ટસમાં 37, 38, અને 39મો ફલોર ખરીદ્યો હતો. તેના માટે કુલ 220 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

થોડાંક વર્ષો પહેલાં શહેરના અગ્રણી બિઝનેસમેન શ્યામ જાટિયાએ 90 કરોડ રૂપિયામાં 6320 વર્ગફૂટનો ફલેટ ખરીદ્યો હતો. બૉલિવુડ એકટર રણબીર કપૂરે પાલી હિલ્સમાં 2469.60 વર્ગફૂટ એરિયાના ફલેટ માટે 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.