Mumbai Cricketer Karan Tiwari lost life due to Depression
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટ માટે કાળો દિવસ, IPLમાં તક ન મળતા આ યુવા ક્રિકેટરે કરી આત્મહત્યા

ભારતીય ક્રિકેટ માટે કાળો દિવસ, IPLમાં તક ન મળતા આ યુવા ક્રિકેટરે કરી આત્મહત્યા

 | 8:31 pm IST

આગામી મહિને યુએઈ(UAE)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું આયોજન શરૂ થશે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર આ સૌથી મોટી ટી20 લીગ પર છે. આ લીગ દરેક યુવા ખેલાડી માટે ખૂબ જ મહત્વની હોય છે કારણ કે આને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ લેવલમાં એન્ટ્રી અથવા વાપસીના એક માર્ગના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આઈપીએલના માધ્યમથી ભારતીય ક્રિકેટ ટીમને પણ ઘણા યુવા ખેલાડી મળ્યા છે.

આ કારણે છેલ્લા એક દાયકાથી દરેક યુવા ખેલાડીની કોશિશ આ પ્રકારની ટુર્નામેન્ટમાં રમવાની હોય છે. જેથી પોતાનું હુનર બતાવી શકે અને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા મેળવી શકે. પરંતુ બીજી તરફ આ ટુર્નામેન્ટમાં શામેલ ન થવા પર કેટલાય ખેલાડીઓને પોતાનું કરિયર સમાપ્ત થતું દેખાય છે. એવું જ કંઈક બન્યું 27 વર્ષના ભારતીય ક્રિકેટર કરન રાધેશ્યામ તિવારી સાથે. જેને આઈપીએલમાં તક ન મળતા એક મોટું પગલું ભર્યું.

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના મલાડમાં આવેલ ગોકુલધામ શૈયાબ સોસાયટીમાં રહેતા કરન રાધેશ્યામ તિવારીએ મોડી રાતે પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. હાલ પોલીસે ADR હેઠળ મામલો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ પ્રમાણે કરન આઈપીએલમાં તક ન મળતા ખૂબ નિરાશ હતો. કરનના એક મિત્રે તેની બહેન જે મુંબઈમાં રહે છે તેને આ અંગે માહિતી આપી હતી. કોરોના મહામારીમાં ક્રિકેટ બંધ હતું ત્યારે કરન ડિપ્રેશનમાં ગયો અને આ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રારંભિક તપાસમાં સામે આવી છે.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદે જમાવટ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન