Man unzips pants in crowded BEST bus, touches woman inappropriately
  • Home
  • Featured
  • યુવતીને પાછળથી ક્યારનો ધક્કા મારતો હતો, જોયું તો નરાધમનાં પેન્ટની ચેન ખુલ્લી હતી અને…

યુવતીને પાછળથી ક્યારનો ધક્કા મારતો હતો, જોયું તો નરાધમનાં પેન્ટની ચેન ખુલ્લી હતી અને…

 | 9:45 pm IST

અનાર નવાર ચાલતી બસમાં યુવાનો પોતાની હરકતો કરતા હોય છે. યુવતીઓને જોઈને તેમની છેડછાડ કરવાની ઘટના મુંબઈથી સામે આવી છે. ત્યાં એક બસમાં છોકરો યુવતીને જોઈ તેની સાથે પાછળ ઉભો ઉભો ખરાબ હરકત કરતો હતો અને રંગે હાથ ઝડપાયો છે. ચાલતી બસમાં યુવતી સાથે છેડછાડની આ ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો.

મુંબઈમાં એક યુવતીના શરીરને ખોટી રીતે ટચ કરવાનાં આરોપમાં પોલીસે 22 વર્ષના યુવકને જેલ ભેગો કર્યો છે. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે ‘આરોપી રાજેન્દ્ર પાટિલ ચેમ્બુરના લાલ ડોંગરનો રહેવાસી છે. શુક્રવારે ભીડ ભરેલી BESTની બસમાં પીડિત મહિલા એક બાજુ ઉભી હતી. મહિલાને શરૂમાં લાગ્યું કે ભીડ વધારે હોવાના કારણે ધક્કામુકી થઈ રહી છે. પરંતુ વધારે સમય આવું ચાલવાને કારણે તેણે સહજ રીતે પાછળ જોયું. તો આરોપી રાજેન્દ્ર તરફ ધ્યાન ગયું.

આગળ વાત કરતાં પોલીસે કહ્યું કે ધીરે ધીરે બધા લોકો નીચે ઉતરવા લાગ્યા પરંતુ તે ત્યાં જ ઉભો રહ્યો. ત્યાર બાદ મહિલાને ખબર પડી કે તે વ્યક્તિ તેના તરફ નમીને ઉભો છે અને તેની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ત્યારે મહેસુસ કર્યું કે પુરુષનો ધક્કો ભીડનાં કારણે નહીં પણ જાણી જોઈને મારવામાં આવતો હતો અને ખરાબ ઈન્ટેનસનથી તે ટચ કરતો હતો. જ્યારે તે પાછળ ફરીને જુઓ છે તો રાજેન્દ્રનાં પેન્ટની ચેઈન ખુલી હતી.

અધિકારીએ વાત કરી કે આરોપી રાજેન્દ્રને આ સ્થિતિમાં જોતા મહિલાએ તરત તેને લાફો ઝીંકી દીધો અને બસમાં અન્ય લોકોની સામે પણ આ વાત કરી. ભાંડો ફૂટતાં આરોપી તરત ચેન બંધ કરવા લાગ્યો. જોકો લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કરી દીધો. હવે કેસ દાખલ કરી તેનાં પર લીગલ કાર્યવાહી કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્ગનગરમાં ભોગાવો નદીમાં 3 લોકો ડૂબ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન