મુંબઇમાં ડાન્સ બારને સુપ્રીમ કોર્ટની મંજૂરી, નોટો-સિક્કા ઉછાળાશે નહીં, પરંતુ ડાન્સર્સને….

સુપ્રીમ કોર્ટે મુંબઇમાં ડાન્સ બારને કેટલીક શરતોની સાથે મંજૂરી આપી દીધી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારના 2016ના કાયદાને કાયદેસર માન્યો પરંતુ તેની સાથે જ કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે. ડાન્સ બારમાં નોટ અને કિસ્સા ઉડાડી શકાશે નહીં પરંતુ બાર ગર્લ્સને ટિપ આપી શકાશે.
Mumbai Dance bar matter: Supreme Court allows orchestra, tips can be given but showering of cash and coins is not allowed inside bars. https://t.co/TRGjshwE5U
— ANI (@ANI) January 17, 2019
કોર્ટે પોતાના નિર્ણયમાં મહારાષ્ટ્ર સરકારના કાયદામાં અશ્લીલતા પર સજાના 3 વર્ષની જોગવાઇને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુંબઇમાં ડાન્સ બાર હવે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11.30 સુધી ખોલી શકાશે. કોર્ટે ડાન્સ બારમાં દારૂ પીરસવાની અને ઓર્કેસ્ટ્રાને પણ મંજૂરી આપી દીધી છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બારમાં કોઇપણ પ્રકારની અશ્લીલતા હોવી જોઇએ નહીં. તેના માટે મહારાષ્ટ્ર સરકારના ત્રણ વર્ષની જોગવાઇ યથાવત રાખી છે. કોર્ટે કહ્યું કે ડાન્સ બાર્સમાં સીસીટીવી લગાવા જરૂરી હશે નહીં.
ડાન્સ બારમાં શું કરી શકાશે અને શું નહીં કરી શકાય
– ડાન્સ બારમાં એરિયા અને ગ્રાહકોની વચ્ચે દિવાલ હશે નહીં. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે ગ્રાહક અને ડાન્સરોની વચ્ચે એક 3 ફૂટ ઊંચી દિવાલ બનાવામાં આવે, જેનાથી ડાન્સ તો જોઇ શકાશે પરંતુ તેમના સુધી પહોંચી શકાશે નહીં.
– મુંબઇ જેવા ક્ષેત્રમાં ધાર્મિક જગ્યાએથી એક કિલોમીટરના અંતરથી દૂર ડાન્સ બાર હોવાનો નિયમ તર્ક સંગત નથી.
– ગ્રાહક ડાન્સરોને ટિપ આપી શકે છે, પરંતુ રૂપિયા કે સિક્કા ઉછાળી શકશે નહીં
– કોર્ટે કહ્યું કે ડાન્સર અને માલિકની વચ્ચે ફિક્સ પગાર યોગ્ય નથી. આ અધિકાર સરકારનો નથી પરંતુ માલિક અને ડાન્સરની વચ્ચેના કોન્ટ્રાક્ટનો મામલો છે.
– કોર્ટે કહ્યું કે સાંજે 6.30 થી 11.30 સુધી જ બાર ખોલવાની મંજૂરી હશે.
– કોર્ટે ડાન્સ બારમાં સીસીટીવી લગાવાના નિયમને પણ રદ્દ કરી દીધો
ઉલ્લેખનીય છે કે 30મી ઑગસ્ટ 2018ના રોજ તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ દેશની ટોચની સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.