mumbai-delhi-rajdhani-express-new-idea
  • Home
  • India
  • રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર, દિલ્હી પહોંચશો જલદી

રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર, દિલ્હી પહોંચશો જલદી

 | 12:24 pm IST

મુંબઈથી નવી દિલ્હી દરમિયાન દોડતી રાજધાની એક્સ્પ્રેસના સમયમાં લગભગ બે કલાકની બચત કરવાનો પ્રયોગ પશ્ચિમ રેલવેએ અમલમાં મૂક્યો છે. વાંદરા ટર્મિનસથી નવી દિલ્હી સુધી દોડતી રાજધાની એક્સ્પ્રેસમાં વડોદરા સુધીના રૂટમાં પાછળની દિશામાં એન્જિન જોડીને પૂશ એન્ડ પૂલ ટેકનિક અમલમાં મૂકવામાં આવશે.

રવિવારે વાંદરા ટર્મિનસથી છૂટતી ટ્રેનોના સમયમાં લગભગ એક-બે કલાકની બચત થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે મુંબઈથી નવી દિલ્હી તેમ જ અન્ય લાઇન પર રાજધાની એક્સ્પ્રેસ દોડાવાય છે. મુંબઈથી નવી દિલ્હી સુધીના પ્રવાસ માટે મોટા પ્રમાણમાં વેગ પર નિયંત્રણ મૂકવામાં આવે છે. આ અડચણને ધ્યાનમાં રાખીને પ.રે.એ રવિવારે બાંદરા ટર્મિનસથી વડોદરા સુધી નવી ટેક્નિકનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂક્યો હતો.

આ ટેક્નિક સફળ થયા બાદ હવે મુંબઈથી નવી દિલ્હી સુધી રાજધાની એક્સ્પ્રેસમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. હાલ ટ્રેન ઘાટ ક્ડતી હોય ત્યારે તેમાં એન્જિનને જોડવામાં આવતું હોય છે. રાજધાની એક્સ્પ્રેસ 130 કિમીની ઝડપે વાંદરા ટર્મિનસથી સવારે ૬.૪૫ વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે નવી દિલ્હી પહોંચે છે. આ ટેક્નિક જો સફળ થશે તો રાજધાની સવારે બે કલાક વહેલી ગંતવ્ય સ્થાને પહોંચશે.

આ ટેક્નિકનો ઉમેરો કરવાથી કેટલાક સ્ટેશનો પરથી રાજધાની એક્સ્પ્રેસ 160 કિમીની ઝડપે પસાર થવાની છે. બંને બાજુ એન્જિન ઉમેરાવાથી ટ્રેનમાં મુસાફરી કરનારાઓને આંચકા લાગશે નહીં એવો મત પશ્ચિમ રેલવેના અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.