મુંબઈ : વરલીમાં અભિનેત્રી દિપીકા પાદુકોણની બિલ્ડિંગમાં ભીષણ આગ, Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મુંબઈ : વરલીમાં અભિનેત્રી દિપીકા પાદુકોણની બિલ્ડિંગમાં ભીષણ આગ, Video

મુંબઈ : વરલીમાં અભિનેત્રી દિપીકા પાદુકોણની બિલ્ડિંગમાં ભીષણ આગ, Video

 | 3:54 pm IST

દેશની આર્થિક રાજધાની મુંબઈના વરલી વિસ્તારમાં 33 માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગની 32મા માળે આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

દિપીકા પાદુકોણે ટ્વિટ કરી પોતે એકદમ સુરક્ષીત હોવાની જાણકારી આપી છે. દિપીકાએ ટ્વિટ કર્યું હતું કે, હું એકદમ સુરક્ષીત છું. આભાર. આપના અગ્નિશામકો માટે પ્રાર્થના કરો કે જેઓ તેમના જીવનને જોખમમાં મૂકે છે.

જોકે આગ એટલી ભિષણ હતી કે તે જોત જોતામાં જ 2 થી 3 માળમાં ફેલાઈ ગઈ હતી.

જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે વરલીના વીર સાવરકર રોડ પર આવેલી છે. હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બિલ્ડિંગનું નામ Beaumonde હોવાનું કહેવાય છે. આ જ બિલ્ડિંગમાં અભિનેત્રી દિપીકા પાદુકોણનું પણ ઘર આવેલું છે. દિપીકા આ બિલ્ડિંગમાં 26માં માળે રહે છે.

ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાસ્થળે પહોંચતા ત્વરિત કાર્યવાહી હાથ ધરી 90 થી 95 લોકોને બચાવી લીધા હતાં. ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડ ઉપરાંત કેટલીક એમ્બુલન્સ પણ પહોંચી ગઈ હતી.