Maharastra: Mumbai foot over bridge near CSMT railway station collapsed
  • Home
  • India
  • મુંંબઇ: CST પાસે ફુટઓવર બ્રિટ પડી ભાંગ્યો, 4 લોકોના મોત, 34 ઘાયલ

મુંંબઇ: CST પાસે ફુટઓવર બ્રિટ પડી ભાંગ્યો, 4 લોકોના મોત, 34 ઘાયલ

 | 9:00 pm IST

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટી ઘટના ઘટી. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇના સીએસટી સ્ટેશન પર એર ફુટ ઓવરબ્રિજ પડવાનાં કારણે 4 લોકાના મોત થઇ ગયા છે. ત્યાં જ આ ઘટનામાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. આ ઇજાગ્રસ્તોમાં 4-5 લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે અને તેમને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં ઓાવ્યા છે. ત્યાં જ કાટમાળમાં હાલમાં પણ 10થી વધુ લોકો દબાયા હોવાની શંકા છે.

મુંબઇ પોલીસ અનુસાર, ગુરૂવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બનેલો બ્રિજ અચાનક પડી ભાંગ્યો. પોલીસ અનુસાર સીએસટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને બીટી લેન વચ્ચે એક ફુટઓવર બ્રિઝ અચાનક પડી ભાંગ્યો. આ બ્રિજના પડતા જ ઘણા લોકો તેની ચપેટમાં આવી કાટમાળમાં દબાઇ ગયા. આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળથી લોકોને બહાર નિકાળવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું.