પોતાના લગ્ની કંકોત્રી આપવા આવેલી મુંબઈની યુવતીનું ગાંધીધામમાં ભેદી મોત - Sandesh
  • Home
  • Bhuj
  • પોતાના લગ્ની કંકોત્રી આપવા આવેલી મુંબઈની યુવતીનું ગાંધીધામમાં ભેદી મોત

પોતાના લગ્ની કંકોત્રી આપવા આવેલી મુંબઈની યુવતીનું ગાંધીધામમાં ભેદી મોત

 | 12:28 pm IST

મુંબઈની યુવતીનું ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભેદી રીતે મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. મુંબઈની રહેવાશી ચાંદની શેઠ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. થોડા સમય પછી ચાંદનીના લગ્ન થવાના હતા. ચાંદનીના અકાળે મોતના પગલે પરિવારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. ચાદની લગ્ન હોવાના કારણે રાપર લગ્નની ખરીદી કરવા માટે અને લગ્નના કાર્ડ વહેંચવા માટે સંબંધીના ઘરે આવી હતી.

chandani-sheth-3

મળતી માહિતી પ્રમાણે મુંબઈના મુલુન્ડમાં રહેતી 26 વર્ષની ચાંદની શેઠ 14મી તારીખે રાપર તેનાં સંબંધીના ઘરે લગ્નની ખરીદી કરવા અને લગ્નના કાર્ડ વહેંચવા માટે આવી હતી. પરંતુ ખરીદી કે કાર્ડનું વિતરણ શરૂ કરે તે પહેલાં જ 16મી તારીખે ચાંદનીને તાવ આવતાં રાપરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે તાવ ન ઉપરતાં વધુ સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બુધવારે ચાંદનીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

chandani-sheth-2

26 વર્ષની ચાંદની પ્રભુલાલ શેઠ મુંબઈના મુલુન્ડ વિસ્તારમાં રહેતી હતી. ચાંદની મુલુન્ડમાં આવેલા વાસુપૂજ્ય જૈન સંઘ ટ્રસ્ટમાં ફરજ બજાવતી હતી. રાપર લગ્નની ખરીદી કરવા માટે અને લગ્ના કાર્ડ વહેંચવા માટે આવી હતી. રાપરમાં તેની તબિયત બગડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

chandani-sheth-1

મુંબઈનાં મુલુન્ડ વિસ્તારમાં રહેતા અને ત્યાં વાસુપૂજ્ય જૈન સંઘ ટ્રસ્ટમાં ફરજ બજાવતી 26 વર્ષની ચાંદની શેઠનું ગાંધીધામ ખાતેની હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ મોતને ભેટનાર ચાંદનીને ડેન્ગ્યુ હોવા સંદર્ભે અજાણતા વ્યક્ત કરી હતી. જોકે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે તેવું જણાવ્યું હતું.