NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મુંબઈ-ગોવા વચ્ચે દોડશે મોડર્ન ફેસિલિટીવાળી તેજસ એક્સ્પ્રેસ

મુંબઈ-ગોવા વચ્ચે દોડશે મોડર્ન ફેસિલિટીવાળી તેજસ એક્સ્પ્રેસ

 | 2:32 am IST

મુંબઈ, તા. ૧૯

લાંબા અંતરની દેશની પ્રથમ ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ તેમ જ મોડર્ન ફેસિલિટીવાળી તેજસ એક્સ્પ્રેસ ટ્રેન મુંબઈ અને ગોવા વચ્ચે બાવીસમી મેથી દોડશે. શુક્રવારે રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ સફદરજંગ રેલવે સ્ટેશન પર ટ્રેનનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તેજસ ટ્રેનમાં ચા-કોફીનાં વેન્ડિંગ મશીનો સહિત દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઇ-ફાઇ ફેસિલિટી પણ હશે. ટ્રેનમાં વીસ કોચ હશે. દેશની આ પ્રથમ ટ્રેન હશે જેના બધા કોચમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગની સાથે સુરક્ષિત ગેન્ગવે હશે.હાલમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ ફક્ત મેટ્રો ટ્રેનમાં છે. સામાન્ય રીતે લાંબા અંતરની ટ્રેનોમાં ગેન્ગવે ખુલ્લો હોય છે જે સુરક્ષિત મનાતો નથી. મુંબઈ-ગોવા પછી બીજી તેજસ ટ્રેન દિલ્હી-ચંડીગઢ રૂટ પર ચાલુ થવાની શક્યતા છે. ટ્રેનની પ્રથમ રેકને રેલ કોચ ફેક્ટરીમાં કપૂરથલામાં તૈયાર કરવામાં આવી છે.

તેજસમાં કઈ કઈ ફેસિલિટી છે ?

રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં ચા અને કોફીનાં વેન્ડિંગ મશીનો, મેગેઝિન્સ અને સ્નેક ટેબલ્સ, દરેક પેસેન્જર માટે એલસીડી સ્ક્રીન, બાયો-વેક્યુમ ટોઇલેટમાં વોટર લેવલ ઇન્ડિકેટર્સ, સેન્સર્ડ ટેપ અને હેન્ડ ડ્રાયર્સ લાગ્યાં હશે. ટ્રેનમાં સેલિબ્રિટી શેફ દ્વારા તમામ તૈયાર મનપસંદ ભોજન તો મળશે જ, વાઇ-ફાઇ ફેસિલિટી અને ટોઇલેટ એન્ગેજમેન્ટ બોર્ડ પણ હશે.

1
;