mumbai-heavy-rain-in-bandra-dadar-and-other
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુંબઈ-પુણેમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, રસ્તાઓ ઉભરાયા, અનેક ટ્રેનો રદ્દ

મુંબઈ-પુણેમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, રસ્તાઓ ઉભરાયા, અનેક ટ્રેનો રદ્દ

 | 12:37 pm IST

મુંબઈના ઘણા વિસ્તારોમાં રવિવારે રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ કારણે ઘણા વિસ્તારોના રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. અહીં ઘણા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો છે, જ્યારે ઘણી લોકલ ટ્રેનો પણ લેટ ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે જ્યાં વેસ્ટર્ન લાઈન 5થી 7 મિનિટ, જ્યારે સેન્ટ્રલ અને હાર્બર લાઈન 10થી 15 મિનિટ લેટ ચાલી રહી છે. જ્યારે પશ્ચિમ રેલ્વેએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, મુંબઈમાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે નાલાસોપારામાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. આ કારણે અપ લાઈન પર ટ્રેનોનું પરિચાલન રોકી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લાઈનો ઉપર પણ ટ્રેનો ઘણી ધીમી ચાલી રહી છે.

પશ્ચિમ રેલ્વેએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, મોટા પંપ લગાવીને દાદાર, માટુંગા રોડ, ગોરેગાંવ અને અન્ય સ્થાનો પર ટ્રેક્સથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, જલ્દીથી વ્યવસ્થા પાટા પર આવી શકે તેની કોશિશ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, 6 જુલાઈએ મુંબઈમાં ભારે વરસાજની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે મહાનગર અને પાડોશી થાણે, પાલધર અને રાયગઢ જિલ્લાઓમાં સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે મુંબઈમાં 2005 જેવો વરસાદની આશંકા સેવી છે. 2005માં પડેલા ભારે વરસાદે શહેરને થંભાવી દીધું હતું અને સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું.