HCએ લીધો સરકારનો ઉધડો, અમીરો ફી ચૂકવવા સક્ષમ છતાં પોલીસ સુરક્ષા મફત કેમ? - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • HCએ લીધો સરકારનો ઉધડો, અમીરો ફી ચૂકવવા સક્ષમ છતાં પોલીસ સુરક્ષા મફત કેમ?

HCએ લીધો સરકારનો ઉધડો, અમીરો ફી ચૂકવવા સક્ષમ છતાં પોલીસ સુરક્ષા મફત કેમ?

 | 11:24 am IST

મુંબઈ હાઈકોર્ટે વીઆઇપી સુરક્ષાની રકમ ન વસૂલ કરવાના મુદ્દે રાજ્ય સરકારનો ઊધડો લીધો હતો. અદાલતે જણાવ્યું હતું કે બિલ્ડર, સેલિબ્રિટી અને રાજકીય નેતાઓ પોલીસસુરક્ષા ફી ચૂકવવામાં સક્ષમ છે છતાં સરકાર તેમને મફત સુરક્ષા કેમ આપે છે? રકમની વસૂલી અંગે સરકારનું વલણ ઉદાસીન જણાય છે. એથી આગામી સુનાવણીમાં સરકાર સ્પષ્ટ કરે કે બાકી રકમ વસૂલ કરવા કયાં પગલાં લેવાયાં છે.

મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચિલ્લુર અને ન્યાયર્મૂર્તિ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતું કે એવાં લોકો જે સુરક્ષા માટે નાણાં ચૂકવી શકે છે તેમને સરકાર મફતમાં સિક્યુરિટી કેમ પૂરી પાડે છે એ જાણવું જરૃરી છે. જેમને ખરેખર પોલીસસુરક્ષાની જરૃર છે અને જે ખર્ચ ઉઠાવવા અસમર્થ છે તેમને મફત સુરક્ષા આપવી યોગ્ય છે પરંતુ બિલ્ડર, સેલિબ્રિટી, ઉદ્યોગપતિ અને રાજકીય નેતાઓ તો સુરક્ષા માટે ફી ચૂકવી શકે છે. સરકાર તેમને નિઃશુલ્ક સલામતી કેમ આપે છે? જ્યારે કોઈ ઇમર્જન્સી આવે ત્યારે સરકાર કહે છે અમારી પાસે પોલીસબળ ઓછું છે, પરંતુ વીઆઈપીની સુરક્ષામાં તહેનાત પોલીસની સંખ્યા અંગે સરકાર કંઈ બોલતી નથી.

વીઆઈપી સુરક્ષા માટે નક્કી કરાયેલી રકમ વસૂલ કરવામાં સરકારની નિષ્ક્રિયતા અંગે ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર સુરક્ષા આપવાના મામલે કોઇ સમાજસેવા કરવા માગતી હોય તો સીધું અમને જણાવે, એમ ખંડપીઠે જણાવ્યું હતું.સરકારી યાદી મુજબ નેતાઓ, તેમનાં સગાંસંબંધી અને પાડોશીઓને સુરક્ષા અપાઈ છે. એ લોકોને સુરક્ષા આપવાની શું જરૃર છે? સરકારી રકમને સરકાર આ રીતે વેડફી ન શકે, એવી ટકોર અદાલતે કરી હતી.

રૃ. 6 કરોડની રકમ વસૂલવાની બાકી

સરકારી વકીલે અદાલતને જણાવ્યું હતું કે બિનસરકારી લોકોને અપાયેલી વીઆઇપી સુરક્ષા અંગે સરકાર સમીક્ષા કરશે. મુંબઇમાં વીઆઇપી સુરક્ષાનાં નામે 21 કરોડ રૃપિયાની વસૂલી બાકી હતી. એ પૈકી સરકારે વર્ષ 2010થી લઇ અત્યાર સુધીમાં રૃ.15 કરોડ વસૂલ કર્યા છે. રૃ. 6 કરોડ હજુ વસૂલવાના બાકી છે. આ રકમ વહેલી તકે વસૂલ કરાશે.