મુંબઈ સહિત સાત રેલવે સ્ટેશન અને મંદિર બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની જૈશની ધમકી - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઈ સહિત સાત રેલવે સ્ટેશન અને મંદિર બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની જૈશની ધમકી

મુંબઈ સહિત સાત રેલવે સ્ટેશન અને મંદિર બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની જૈશની ધમકી

 | 1:32 am IST

। મુંબઈ ।

મુંબઈ સહિત દેશના સાત રેલવે સ્ટેશન અને છ રાજ્યોના મંદિર બોમ્બબ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપતો આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદનો પત્ર હરિયાણાના રોહતક સ્ટેશનના અધિકારીને મળ્યો છે. જેમાં ૮ ઓક્ટોબરે (દશેરા)એ છ રાજ્યોના મંદિરમાં બોમ્બબ્લાસ્ટ કરાશે એવુ જણાવાયું છે. આ પત્રને કારણે ખળભળાટ મચી ગયો છે.  છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન ભારતમાં આતંકી હુમલાઓ કરાવવાના પ્રયાસ કરી રહ્યુ છે. એથી જ તેણે જૈશ-એ- મહોમ્મદના વડા મસૂદ અઝહરને ગુપચુપ જેલમાંથી છોડી દીધો છે, એવી માહિતી થોડા વખત પહેલા કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ આપી હતી. થોડા જ વખત પહેલા એક શંકાસ્પદ બોટ પણ ગુજરાતના દરિયામાં મળી આવી હતી. એ પછી નૌકાદળના વડાએ પણ સમુદ્રમાર્ગે હુમલો થઇ શકે એવી શક્યતા દર્શાવી હતી. હવે હરિયાણાના રોહતક રેલવે સ્ટેશનના અધિકારીને જૈશની ધમકીભર્યો પત્ર મળ્યો છે. રોહતક પોલીસના કહેવા મુજબ આ પત્ર રોહતક રેલવે સ્ટેશનના અધિક્ષકના નામે મોકલવામાં આવ્યો છે. સ્ટેશન મેનેજરને એ પત્ર શનિવારે બપોરે ૩ વાગ્યે મળ્યો હતો. એ પત્ર મસૂદ અઝહરે પાકિસ્તાનના કરાચીથી મોકલાવ્યો હોવાનો તેના પર ઉલ્લેખ છે. એ પત્રો ઓર્િડનરી ટપાલમાં મોકલાયો હતો.  આ પત્રમાં ૮ ઓક્ટોબર સુધીમાં દેશના છ રાજ્યોના મંદિર અને રેલવે સ્ટેશન બોમ્બબ્લાસ્ટ કરી ઉડાવી દેવાનું તેમાં જણાવાયું છે. જેમાં મુંબઈ સહિત રોહતક, હિસાર,કુરુક્ષેત્ર, રેવડી, ચેન્નાઇ,જયપુર,ભોપાલ અને કોટા રેલવે સ્ટેશનનો ઉલ્લેખ કરાયો છે. એ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મંદિરો ઉડાવી દેવાની ધમકી પણ એ પત્રમાં અપાઈ છે. આ પત્ર નોટબુકના પેજ પર લખાયેલો છે. સરકારી એજન્સીઓ આ પત્રની સચ્ચાઈ તપાસી રહ્યા છે.

શું લખ્યું છે પત્રમાં ?

હિન્દીમાં લખાયેલા ધમકી ભર્યા એ પત્રમાં લખ્યું છે કે અમે જેહાદીઓના મોતનો બદલો લઇશું. આ વખતે અમે ભારત સરકારના હોંશ ઉડાવી દઇશું. અમે જેહાદીઓ હિન્દોસ્તાનને તબાહ કરી દઇશું. ચારે બાજુ લોહી જ દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;