IPL-2017: 65 સિક્સ ફટકારીને આ ખતરનાક ટીમે બનાવ્યા 390 રન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2017: 65 સિક્સ ફટકારીને આ ખતરનાક ટીમે બનાવ્યા 390 રન

IPL-2017: 65 સિક્સ ફટકારીને આ ખતરનાક ટીમે બનાવ્યા 390 રન

 | 7:32 pm IST

ભારતમાં દરેક વર્ષે થનાર ટી-20 લીગ ટૂર્નામેન્ટમેન્ટમાં કેટલાક રેકોર્ડ બને છે તો કેટલાક તુટે છે. હાલમાં ક્રિકેટ ફેન્સ મેદાનમાં ચોક્કા-છગ્ગાની મજા માણી રહ્યાં છે. જો આપણે લીગમાં અત્યાર સુધી રમાયેલી મેચોની વાત કરીએ તો મુંબઈની ટીમે સૌથી વધારે સિક્સ ફટકારી છે.

મુંબઈના બેટ્સમેનો અત્યાર સુધી 8 મેચોમાં કુલ 65 સિક્સ ફટકારી ચૂક્યાં છે, એટલે કે, પ્રતિમેચમાં આ ટીમ 8.1 સિક્સ ફટકારી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ છગ્ગાઓ દ્વારા જ કુલ 390 રન બનાવી ચૂકી છે. લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ 8 મેચોમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.

મુંબઈ માટે સૌથી વધારે 16 સિક્સ નીતિશ રાણાએ ફટકારી છે. તે ઉપરાંત નીતિશ રાણા અત્યાર સુધી આઈપીએલમાં સૌથી વધારે સિક્સ લગાવનાર બેટ્સમેન પણ છે. મુંબઈના જોશ બટલરે 14, કેરોન પોલાર્ડે 11 અને બોલિંગથી પ્રભાવિત કરી રહેલ હાર્દિક પંડ્યાએ 10 સિક્સ ફટકારી છે.