બુમરાહે જણાવ્યો ખાસ પ્લાન, આ કારણે મેળવી પંજાબ સામે જીત... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • બુમરાહે જણાવ્યો ખાસ પ્લાન, આ કારણે મેળવી પંજાબ સામે જીત…

બુમરાહે જણાવ્યો ખાસ પ્લાન, આ કારણે મેળવી પંજાબ સામે જીત…

 | 5:45 pm IST

કિંગ્સ ઈલેવન પંજાબ પર મળેલી જીત પછી મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ જણાવ્યું કે લોકેશ રાહુલ જેવા ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન વિરુદ્ધ સ્પષ્ટ રણનીતિ બનાવી હતી અને તેના પર અમલ કરવાથી અમને ફાયદો પણ મળ્યો હતો.

પંજાબ વિરુદ્ધ બુમરાહે ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી જેના કારણે આ મેચ જીતીને મુંબઈએ પ્લેઓફમાં પ્રવેશ કરવાની આશા કાયમ રાખી છે. મેચ પછી તેમણે કહ્યું કે ‘બોલિંગ કરી વખતે સ્પષ્ટ રણનીતિ બનાવવી ખુબ અગત્યની બાબત છે. મે તેવી રણનીતિ બનાવી અને તેના પર અમલ પણ કર્યો અને ફાયદો પણ થયો છે.

બુમરાહે જણાવ્યું કે, ‘અમને ખબર છે કે રાહુલ સારા ફોર્મમાં છે. બોલરોની બેઠકોમાં અમે બધા બેટ્સમેનની વાત કરીએ છીએ. અમે બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહ્યા હતા અને મે બોલિંગ કોચ શેન બોન્ડ અને માર્ગદર્શક લસિથ મલિંગા સાથે વાત કરી.

રાહુલ 64 બોલમાં 94 રન બનાવીને ટીમને જીતની નજીક લઇ જતો હતો, પરંતુ બુમરાહએ 19મી ઓવરમાં તેમને આઉટ કર્યો જ્યારે KXIPને જીત માટે 20 રનની જરૂર હતી.

બુમરાહે કહ્યું કે. ‘હું આ બાબત પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યો હતો કે કોણ ડરેલો હતો અને કોણ નહીં. મારો ફોકસ બસ આટલો જ હતો કે મારે શું કરવું જોઈએ. મે મારું ધ્યાન ભટકવા નથી દીધું. ઘણી વાર સ્પષ્ટ રણનીતિ રાખવાનો ફાયદો મળે છે અને ઘણી વાર નથી પણ મળતો.