Rohit Sharma lifts daughter Samaira in his arms as Mumbai Indians win
  • Home
  • Featured
  • IPLમાં જીત બાદ રોહિત શર્માએ પુત્રી સમાયરા પર વ્હાલનો કર્યો વરસાદ, VIDEO

IPLમાં જીત બાદ રોહિત શર્માએ પુત્રી સમાયરા પર વ્હાલનો કર્યો વરસાદ, VIDEO

 | 11:32 am IST

જસપ્રીત બુમરાહ અને રાહુલ ચહરની ધુવાંધાર બોલીંગ પછી લસિથ મલિંગાએ છેલ્લી ઓવરમાં કમાલ કરી મુંબઈ ઈન્ડિયન્સે ઉતાર-ચઢાવ ભર્યા રોમાચંક ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સને હરાવ્યુ હતુ.

આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત IPLની ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો.ચેન્નઈ સામે 150 રનનો લક્ષ્ય હતો, તેમની ટીમ શેન વોટ્સને 59 બોલ પર 80 રન સાત વિકેટના નુકસાને 148 રન બનાવી શક્યા હતા.

હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાયેલ મેચમાં રોહિત શર્માની પુત્રી સમાયરા પણ પહોંચી હતી.ફાઈનલ મેચ જીત્યા પછી રોહિત શર્માએ ટ્રોફી ઉંચકતા પહેલા પોતાની પુત્રીને ગોદમાં ઉઠાવી લીધી હતી.

રોહિતે પોતાની લાડલી સાથેનો આ ક્યુટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા સમાયરા સાથે ખુબજ ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. પ્રશંસકોને પણ રોહિત અને સમાયરાનો આ વીડિયો ખુબજ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન