NIFTY 10,217.10 -13.75  |  SENSEX 32,525.10 +-84.06  |  USD 64.9650 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • MI VS KKR LIVE: કોલકતાને 06 વિકેટે હરાવીને મુંબઈ પહોંચ્યુ ફાઈનલમાં

MI VS KKR LIVE: કોલકતાને 06 વિકેટે હરાવીને મુંબઈ પહોંચ્યુ ફાઈનલમાં

 | 7:48 pm IST

IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 42* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે.

-મુંબઈને ત્રીજો ફટકો અંબાતી રાયડૂના રૂપમાં લાગ્યો હતો. પિયુષ ચાવલાએ 06 રને રાયડૂને ક્લિન બોલ્ડ કરી દીધો હતો

IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  ઈશાંક જગ્ગી 28 રન બનાવીને કર્ણ શર્માનો શિકાર બની ગયો હતો. કર્ણે જગ્ગીને આઉટ કરતાંની સાથે જ પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. બૂમરાહે પોતાની ત્રીજી વિકેટ ઝડપતા સૂર્યકુમારને 31 રને આઉટ કર્યો હતો.

કર્ણ શર્મા અને બૂમરાહનો તરખાટ

કોલકાતાની ખરાબ શરૂઆત થઇ હતી. કોલકાતાને પ્રથમ ફટકો ક્રિસ લીનના રૂપમાં લાગ્યો હતો. ક્રિસ લીન 4 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં પોલાર્ડને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ સુનીલ નારાયણ કર્ણ શર્માની ઓવરમાં 10 રને પાર્થિવ પટેલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. રોબિન ઉથપ્પા 1 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

ગ્રાન્ડહોમ કર્ણ શર્માની ઓવરમાં 0 રને એલબી આઉટ થયો હતો.આ પહેલા ગૌતમ ગંભીર 12 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો. આમ કર્ણ શર્માએ ઘાતક બોલિંગ કરતાં કોલકતાની ત્રણ વિકેટ પેવેલિયન ભેગી કરી નાંખી હતી, જ્યારે બૂમરાહે વિકેટ લેવાની શરૂઆત કરતાંની સાથે જ બે વિકેટ પોતાની નામે કરી લીધી હતી. જ્હોન્સને પિયુષ ચાવલા અને નાથન કૂલ્ટર નાયરને આઉટ કર્યા હતા.

IPL-10ની બીજી ક્વોલિફાયર મેચ આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગલુરૂમાં રાત્રે 8 કલાકથી રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને કોલકતાને બેટિંગનું આમંત્રણ આપી દીધું છે. આજની સેમીફાઈનલ રોમાંચક બની રહેશે. આ બંને ટીમો પહેલા લિંગ રાઉન્ડમાં બે વખત ટકરાઈ ચૂકી છે.

આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોચી જશે જ્યાં તેનો મુકાબલો 21 મેએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સે ગત મેચ (ક્વોલિફાયર-1)માં પૂણે વિરૂદ્ધ 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતા ગત મેચ (એલિમિનેટર)માં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવી અહી પહોચી છે.

બે વાર હરાવી ચૂક્યું છે કોલકતાને મુંબઈ
લીગ રાઉન્ડમાં રમાયેલ બન્ને મેચમાં મુંબઇએ કોલકાતાને હરાવ્યું છે. રોહિતની ટીમે પોતાના ઘરેલૂ મેદાન વાનખેડેમાં રમાયેલ મેચમાં કેકેઆરને 4 વિકેટથી હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં તેને કોલકાતાને તેના ઘરેલૂ મેદાન ઇડન ગાર્ડન પર 9 વિકેટે હરાવ્યું હતું.