NIFTY 9,461.75 +33.85  |  SENSEX 30,623.41 +158.49  |  USD 64.4700 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • અમલાની સદી ગઈ પાણીમાં, મુંબઇ ઇન્ડિયન્સનો સતત પાંચમો વિજય

અમલાની સદી ગઈ પાણીમાં, મુંબઇ ઇન્ડિયન્સનો સતત પાંચમો વિજય

 | 11:25 pm IST

IPL-10ના 22માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે હરાવ્યું હતું. 199 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 15.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી.મુંબઇ તરફથી જોસ બટલરે 37 બોલમાં સાત ફોર અને 5 સિક્સની મદદથી 77 રન ફટકાર્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 62 રનની અણનમ ઈનિંગ રમી હતી. કિંગ્સ ઇલેવન તરફથી હાશિમ અમલાએ આક્રમક અણનમ 104 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોચી ગઇ છે. હવે 21 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડનમાં મેચ રમાશે.

મુંબઇની આ રીતે પડી વિકેટ

મુંબઇની સંગીન શરૂઆત થઇ હતી. મુંબઇને પ્રથમ ફટકો પાર્થિવ પટેલના રૂપમાં લાગ્યો હતો. પાર્થિવ પટેલે 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 37 રને આઉટ થયો હતો. તે ઉપરાંત હાર્દિક પંડ્યાએ 4 બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબના 198 રન

કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 198 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન તરફથી હાશિમ અમલાએ સૌથી વધુ 104* રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે પણ આક્રમક 40 રન બનાવ્યા હતા.

અમલાએ ફટકારી IPL-10ની બીજી સદી

હાશિમ અમલાએ IPL-10ની બીજી સદી ફટકારી હતી. અમલાએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 60 બોલમાં 104* રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.

પંજાબની આ રીતે પડી વિકેટ

કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ ફટકો શોન માર્શના રૂપમાં લાગ્યો હતો.શોન માર્શ 26 રને મેકલેરેઘનની ઓવરમાં પોલાર્ડને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ રિદ્ધિમાન સહા 11 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલ 40 રન બનાવી આઉટ થયો હતો.

1