Mumbai-Jaipur Jet Airways Flight: passengers suffer nose, ear bleeds; pilots suspended
  • Home
  • Featured
  • Video: મુંબઇ-જયપુર વિમાનમાં પેસેન્જર્સના નાક-કાનમાંથી ધડધડ લોહી વહેવા લાગ્યું

Video: મુંબઇ-જયપુર વિમાનમાં પેસેન્જર્સના નાક-કાનમાંથી ધડધડ લોહી વહેવા લાગ્યું

 | 9:56 am IST

જેટ એરવેઝના વિમાનમાં એ સમયે અફડાતફડી મચી ગઇ, જ્યારે ગુરૂવાર સવારે મુંબઇથી જયપુર જઇ રહેલ ફલાઇટમાં 30 પેસેન્જરને અચાનક જ નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. અસલમાં ક્રૂ મેમ્બર કેબિન પ્રેશર મેન્ટેન કરવાની સ્વિચને દબાવાનું જ ભૂલી ગયો હતો, તેના લીધે વિમાન ઉંચાઇ પર પહોંચતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. જોત જોતામાં જ કેટલાંક લોકોને નાક અને કાનમાંથી બ્લીડિંગ શરૂ થઇ ગયું, જ્યારે તમામ લોકો એવા હતા જેમને માથામાં દુખવા લાગ્યું.

આ પણ વાંચો:  દોઢ કલાક, 370 પેસેન્જર, વિમાનની બધી જ સિસ્ટમ FAIL, વાંચો હવામાં ચમત્કારની સત્યઘટના

જેટ એરવેઝના પ્રવકતાએ કહ્યું કે મુંબઇથી જયપુર જઇ રહેલ ફ્લાઇટને આજે એટલા માટે પાછી બોલાવી પડી કારણ કે કેબિન પ્રેશર ઓછું થઇ ગયું હતું. 166 પેસેન્જર્સ અને 5 ક્રૂ મેમ્બર્સ સહિત વિમાનને મુંબઇમાં સામાન્ય રીતે ઉતાર્યું. તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે. જે પેસેન્જર્સે નાક અને કાનમાંથી બ્લીડિંગની ફરિયાદ કરી હતી, તેમને ફર્સ્ટ એડ આપવામાં આવી છે.

આ પણ વાંચો: મોદી સરકારના મંત્રીનો દાવો, રિક્ષા કરતાં વિમાનનું ભાડું સસ્તું, આવી રીતે સમજાવ્યું ગણિત

વિમાનમાં કુલ 166 પેસેન્જર સવાર હતા. આ મામલો સામે આવા પર વિમાનને તરત જ પાછું મુંબઇ એરપોર્ટ પર ઉતાર્યું અને પીડિત પેસેન્જર્સને મુંબઇ એરપોર્ટ પર સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઉડતા વિમાનમાં એર હોસ્ટેસને કર્યું પ્રપોઝ, Video વાયરલ થવા પર હકીકત આવી સામે

જેટ એરવેઝે કહ્યું છે કે જે ક્રૂ મેમ્બર્સ આ ફ્લાઇટમાં હતા, તેમને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી આ કેસની તપાસ નહીં થાય ત્યાં સુધી તમામ ઑફ રોસ્ટર જ રહેશે. તમામ પેસેન્જર માટે બીજી ફલાઇટનો બંદોબસ્ત કરાઇ રહ્યો છે.

આ મામલામાં ઉડ્ડન મહાનિર્દેશાલયે કહ્યું કે ઘટના સામે આવ્યા બાદ ક્રૂ મેમ્બર્સની ડ્યુટીને હટાવી દેવામાં આવી અને કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કેસની તપાસ શરૂ કરી દીધી છે.