mumbai no evidence found against bollywood actor nana patekar
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો, નાના પાટેકર હરખમાં તનુશ્રી દત્તા શોકમાં

#MeToo મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો, નાના પાટેકર હરખમાં તનુશ્રી દત્તા શોકમાં

 | 3:29 pm IST

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે કથિત રીતે છેડછાડ કરવાનો આરોપ નાખ્યો હતો. પરંતુ હવે એ મામલે નાનાને મોટી રાહત મળી છે. મુંબઈ પોલીસે અંધેરી કોર્ટમાં કેસ બી સમરી ફાઈલ કરી છે. બી સમરીનો મતલબ છે કે આરોપી સામે કોઈ સબુત નથી મળ્યો. એવામાં કોઈ સબુત વગર તો તપાસ આગળ વધી ન શકે. જો કે આ ફાઈલથી તનુને તો જોરદાર ઝટકો લાગ્યો છે.

તનુએ ગયા વર્ષે નાના પાટેકર વિરુદ્ધ મુંબઈમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં યૌન શોષણના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ઘણા દિવસો સુધી તનુ અને નાના વિશે બોલિવૂડમાં ચર્ચા થવા લાગી. ફિલ્મ જગતમાં ઘણા સમય સુધી મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી.

આશિક બનાયા આપને ફિલ્મથી બોલિવૂડમાં પગ મુકનારી આ હિરોઈન પોતાનાં આવેદનોને લઈને ઘણી ચર્ચામાં રહી ચૂકી છે. જ્યારે નાના પર તનુએ આરોપ લગાવ્યો ત્યારે નાનાએ ચોખ્ખુ કહ્યું હતું કે તે તનુ પર કાયદેસર એક્શન લેશે. જો કે ત્યારે તનુના પક્ષમાં પણ ઘણી હસતીઓ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન