Mumbai Police extortion case Hawala operator Held In Mehsana
  • Home
  • Featured
  • મુંબઈ પોલીસ વસૂલી કાંડ: મહેસાણાથી હવાલા ઑપરેટરની ધરપકડ

મુંબઈ પોલીસ વસૂલી કાંડ: મહેસાણાથી હવાલા ઑપરેટરની ધરપકડ

 | 10:16 pm IST
  • Share

  • બિમલ અગ્રવાલ પાસેથી ખંડણી માગવાનો કેસ
  • મહેસાણા રેલવે સ્ટેશનથી ઝડપાયો અલ્પેશ પટેલ
  • પરમબીર સિંહ હજુ પોલીસ પકડથી દૂર

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણીના કેસના સંદર્ભમાં ગઈકાલે રાત્રે એક હવાલા ઓપરેટર અલ્પેશ પટેલની ગુજરાતના મહેસાણા રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. પરમબીર સિંહ વતી અલ્પેશ પટેલે કથિત રીતે ફરિયાદી બિમલ અગ્રવાલ પાસેથી નાણાં એકત્રિત કર્યા હતા.

ખંડણીના કેસમાં IPS ઑફિસર પરમબીર સિંહ હાલ ફરાર છે. તેમના ઘરની બહાર નોટિસ લગાવીને તેમને 12 ઑક્ટોબર હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે જણાવ્યું હતું કે, એવા સમાચાર છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે દેશ છોડી દીધો છે. જો કે તેની હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. નોટિસ છતાં હાજર ના થવા પર ક્રાઈમ બ્રાન્ચે સિંહ વિરુદ્ધ વૉરન્ટ ઈસ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને મહેસાણા રેલવે પોલીસે અલ્પેશ પટેલની ધરપકડ કરતાં આ કેસમાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે.

હોટલ વ્યવસાટી અને કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે પરમબીર સિંહની સાથે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે, સુમિત સિંહ ઉર્ફે ચિન્ટુ, અલ્પેશ પટેલ, વિજય સિંહ ઉર્ફે બબલુ અને રિયાઝ ભાટી વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં આ વર્ષે 23 જુલાઈના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. જ્યારે પરમબીર સિહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઈસ્યૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો