Mumbai police suspect Sushant Singh's tweets deleted, Ask for 6 month record from Twitter
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત આત્મહત્યા કેસમાં નવો વળાંક, અભિનેતાની ટ્વિટ કોઈ બીજુ જ ડિલીટ કરી નાખતું હતું?

સુશાંત આત્મહત્યા કેસમાં નવો વળાંક, અભિનેતાની ટ્વિટ કોઈ બીજુ જ ડિલીટ કરી નાખતું હતું?

 | 12:20 pm IST

સુપરસ્ટાર અભિનેતા સુશાંત સિંહની મોતનું રહસ્ય હજી પણ અકબંધ છે. મુંબઈ પોલીસ સુશાંતના મોતની મડાગાંઠ ઉકેલવા એક પછી એક તમામ પાસાની તપાસ કરી રહી છે. પ્રારંભીક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, સુશાંત ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. હવે પોલીસ સુશાંતે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી એ દિશામાં તપાસ ચલાવી રહી છે.

જોકે, હજી સુધી પોલીસને આ અંગે કંઈ જ મળ્યું નથી અને હજી સુધી આત્મહત્યાને લઈ સાચું કારણ શોધી શકી નથી. પરંતુ મુંબઈ પોલીસની નજર સુશાંત સિંહના ટ્વિટર હેન્ડલને લઈને શંકાસેવી રહી છે.

સુશાંતે ટ્વીટ ડિલીટ કરી કે કોઈ બીજાએ કરી?

પોલીસને શંકા છે કે સુશાંતે પોતાના ટ્વિટરમાંથી કેટલીક ટ્વીટ ડિલીટ કરી હતી. સુશાંતના ટ્વિટર હેન્ડલથી છેલ્લે 27 ડિસેમ્બર, 2019ના રોજ છેલ્લે ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટ માસ્ટરકાર્ડ ઈન્ડિયાની જાહેરાત હતી. ત્યારબાદ તેણે એક પણ ટ્વીટ કરી નહોતી. 27 ડિસેમ્બર, 2019 પહેલાં આવું ક્યારેય નહોતું બન્યું કે સુશાંત આટલાં લાંબા સમય સુધી માઈક્રોબ્લોગિંગ સાઈટથી દૂર રહ્યો હોય.

એક રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે ટ્વિટરને પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના ટ્વિટર એકાઉન્ટનો છેલ્લાં 6 મહિનાનો રેકોર્ડ માગ્યો હતો. જેથી ખ્યાલ આવી શકે કે કોઈ ટ્વીટ થઈ હતી કે કે પછી હકીકત કંઈક જુદી  હતી? છ મહિનામાં તેણે કોઈ ટ્વીટ ડિલીટ કરી હતી કે નહીં? જો તેણે ટ્વીટ ડિલીટ કરી તો તેણે આમ શા માટે કર્યું? કે પછી કેમ અબિનેતાએ આટલો સમય સુધી કોઈ ટ્વીટ જ ના કરી?

ફેસબુક પર પણ છેલ્લી પોસ્ટ 27 ડિસેમ્બરની

ટ્વિટર ઉપરાંત સુશાંત ફેસબુક પર પણ એકદમ નિષ્ક્રિય જ થઈ ગયો હતો. તેણે 27 ડિસેમ્બર, 2019ના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી. ટ્વિટરની જેમ જ તે પણ માસ્ટરકાર્ડના પ્રમોશન અંગેની હતી. જોકે, તેના નિધન બાદ ટીમે કેટલીક પોસ્ટ કરી હતી.

આત્મહત્યાના 11 દિવસ પહેલાં ઈન્સ્ટામાં છેલ્લી પોસ્ટ

જોકે સુશાંત નિધન પહેલા ઈન્સ્ટાગ્રામ પર 11 દિવસ પહેલાં એક્ટિવ હતો. સુશાંતે પોતાની સ્વર્ગીય માતાને નામ એક પોસ્ટ શૅર કરી હતી.

સુશાંતના નિધન પહેલાની છેલ્લી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, અભિનેતાએ મેનેજર ઉદય સિંહ ગૌરી સાથે ફિલ્મને લઈ વાત કરી હતી. પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર રોહિણી અય્યરનું પણ નિવેદન લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન