mumbai rain peoples swimming on road filled with rain water
  • Home
  • Featured
  • જીવન જ્યારે લીંબુ આપે તો લીંબુપાણી કઈ રીતે કાઢવું એ મુંબઈના લોકોએ શીખવ્યું, વીડિયોની ભારે ચર્ચાં!

જીવન જ્યારે લીંબુ આપે તો લીંબુપાણી કઈ રીતે કાઢવું એ મુંબઈના લોકોએ શીખવ્યું, વીડિયોની ભારે ચર્ચાં!

 | 5:45 pm IST

મહારાષ્ટ્ર મુંબઈમાં અને આજુબાજુના જિલ્લામાં બુધવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાં કારણે રેલના પાટા અને બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. બસ સ્ટેશન અને લોકલ ટ્રેન સેવા બંધ રાખવી પડી હતી. રસ્તા પર નદી થઈ ગઈ હતી. ત્યારે કેટલાક લોકો ભરેલા પાણીમાં તરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો પાણીથી ભરેલા રસ્તામાં મોજ કરી રહ્યા છે. આ લોકોનો વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બસ પાણીથી ભરેલા રસ્તા પર ઉભી છે અને કેટલાક લોકો તેની ઉપર ઉભા છે. તેઓ એક પછી એક બસમાંથી કૂદીને પાણીમાં તરી રહ્યા છે. આઈએએસ અધિકારીએ લખ્યું, ‘જ્યારે જીવન તમને લીંબુ આપે છે, તો લીંબુનું પાણી બનાવો’. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નીતિન સાંગવાને વીડિયો 7 ઓગસ્ટની સવારે શેર કર્યો છે. હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન