ભારત દર્શન, મુંબઈ સૌથી `મોંઘુ’, વિશ્વ દર્શન, બીજું સૌથી `સોંઘુ, જાણો અન્ય શહેરો વિશે - Sandesh
  • Home
  • World
  • ભારત દર્શન, મુંબઈ સૌથી `મોંઘુ’, વિશ્વ દર્શન, બીજું સૌથી `સોંઘુ, જાણો અન્ય શહેરો વિશે

ભારત દર્શન, મુંબઈ સૌથી `મોંઘુ’, વિશ્વ દર્શન, બીજું સૌથી `સોંઘુ, જાણો અન્ય શહેરો વિશે

 | 11:26 am IST

ભારતીય પર્યટકો માટે મુંબઈ દેશમાં સૌથી મોંઘુ શહેર છે, પરંતુ વિશ્વમાં બીજા ક્રમે સૌથી સોંઘુ પણ છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈ ભારતમાં સૌથી મોંધુ શહેર છે પરંતુ વૈશ્વિક પર્યટનમાં હેનોઈ પછી બીજા ક્રમે સૌથી સસ્તું છે. જોકે મુંબઈની સરખામણીએ ત્રણ ગણું વધારે મોંઘુ છે ન્યૂયોર્ક. ભારતીયોના ત્રણ દિવસના પ્રવાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોંઘુ શહેર અમેરિકાનું ન્યૂયોર્ક છે. આ શહેરના પ્રવાસમાં ભારતીયોને રૂ. 1,24,201નો ખર્ચ થઈ શકે છે. આ રકમ મુંબઈની સરખામણીએ ત્રણ ગણી વધારે છે.

દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી સોંઘુ શહેર છે. ત્યારપછી મલેશિયાના કુઆલાલમ્પુર, થાઈલેન્ડના બેંગકોક અને રશિયાના મોસ્કોના ક્રમ આવે છે.

અભ્યાસમાં ફોર સ્ટાર હોટલમાં ત્રણ રાત્રિના રોકાણ, શહેરના ત્રણ મહત્વના સ્થળોની સલેહગાહ, દરરોજ બપોરનું ભોજન, ટેક્સીમાં હરવાફરવા તથા રાત્રિના ભોજન વગેરેને આવરી લેવાયાં હતાં. ભારતમાં ફરવા માટે સૌથી સસ્તું શહેર પૂણે છે. મહારાષ્ટ્રના આ શહેરમાં એકંદર ખર્ચ રૂ. 26,595 આવી શકે છે.

ટ્રીપ એડવાઈઝરના છઠ્ઠા ટ્રિપઈન્ડેક્સ સિટીઝમાં આ મુજબની વિગતો જારી કરાઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન