સેક્સ પાવર વધારવાનું ઈન્જેક્શન લેવાનું યુવતીને ભારે પડ્યું - Sandesh
  • Home
  • India
  • સેક્સ પાવર વધારવાનું ઈન્જેક્શન લેવાનું યુવતીને ભારે પડ્યું

સેક્સ પાવર વધારવાનું ઈન્જેક્શન લેવાનું યુવતીને ભારે પડ્યું

 | 11:05 pm IST

ભિવંડીની એક હોટેલમાં પ્રેમી સાથે આવેલી યુવતીનું સેક્સ પાવર વધારતી દવાના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હતું. યુવતીની તબિયત લથડતી જોઈ એનો કથિત પ્રેમી હોટેલ છોડી ભાગી ગયો હતો. શાંતિનગર પોલીસસ્ટેશન યુવકની શોધ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મુંબ્રાના અમૃત નગરસ્થિત રશીદ કમ્પાઉન્ડમાં રહેતી ૨૯ વર્ષીય યુવતી ૮ એપ્રિલે કલ્યાણમાં રહેતા એના પ્રેમી સાથે ભિવંડીના કલ્યાણ નાકાસ્થિત અશોકા હોટેલમાં ગઈ હતી. અહીં યુવતીએ સેક્સ પાવર વધારતું ઇન્જેક્શન લીધું હતું.

રૂમમાં યુવતી બેભાન હાલતમાં મળી

ઇન્જેક્શનના ડોઝની માત્રા વધી જતાં યુવતીની તબિયત કથળી હતી. યુવતીની હાલત નાજુક બનતાં પ્રેમી એને હોટેલમાં જ મૂકી ફરાર થઈ ગયો. થોડા સમય બાદ હોટેલના કર્મચારીએ દરવાજો ખોલીને જોયું તો યુવતી બેભાન અવસ્થામાં પડી હતી.

ગંભીર હાલતમાં યુવતીને આઇજીએમ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાઈ. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ભાનમાં આવી ત્યારે એણે પોતાનું નામ અને સરનામું પણ ડોક્ટરને જણાવ્યું પણ થોડી વારમાં એ મૃત્યુ પામી. યુવતીની સારવાર કરનાર ડોક્ટર સુમય્યા અન્સારીએ ઘટનાની જાણ શાંતિનગર પોલીસને કરી હતી.