મુંબઈ : ટેક્ષીમાં બેઠેલી મહિલા સામે જ ઉબરના ડ્રાઈવરે કર્યું કઈંક આવું - Sandesh
  • Home
  • India
  • મુંબઈ : ટેક્ષીમાં બેઠેલી મહિલા સામે જ ઉબરના ડ્રાઈવરે કર્યું કઈંક આવું

મુંબઈ : ટેક્ષીમાં બેઠેલી મહિલા સામે જ ઉબરના ડ્રાઈવરે કર્યું કઈંક આવું

 | 9:30 am IST

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈમાં એક મહિલા ઉબર ટેક્સીના ડ્રાઈવરની અશ્લિલ હરકતનો શિકાર બની હતી. ઉબરનો ટેક્ષી ટ્રાઈવર કારમાં બેઠેલી મહિલા મુસાફરની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો હતો.

અંધેરી સીપ્ઝના એક ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઈવર પોતાના પેંટની ચેન ખોલી હસ્તમૈથુન કરવા લાગ્યો. મહિલાએ વાંધો ઉઠાવતા ડ્રાઈવર કાર છોડીને નાસી છુટ્યો હતો. મહિલાએ ઘટનાની ફરિયાદ એમઆઈડીસી પોલીસમાં નોંધાવી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે, તેને ગઈ કાલે શુક્રવારે સવારે મુંબઈના અંધેરીથી ઉબર ટેક્ષી સર્વિસ ટેક્ષીની સેવા લીધી હતી. તે ટેક્ષીમાં એકલી જ હતી. પોણા અગિયાર વાગ્યાની આસપાસ ટેક્ષી અંધેરી ઈસ્ટમાં સિપ્ઝના એક વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર ઉભી રહી. તે દરમિયાન અચાનક જ ટેક્ષી ડ્રાઈવર પોતાના પેંટની ચેન ખોલીને અશ્લિક હરકત કરવાનું શરૂ કરી દીધું. ડ્રાઈવર હસ્તમૈથુન કરી રહ્યો હતો. આ વાતની જાણ થતાં જ હું ટેક્ષીમાંથી બહાર આવી ગઈ અને પોતાની સફર ત્યાં જ પુરી કરવા કહ્યું.

ડ્રાઈવર ચોરી પર સીનાજોરી કરતો હોય તેમ ગાળો બોલવા લાગ્યો અને પુછવા લાગ્યો કે શું થયું? જવાબમાં મેં તેને કહ્યું કે, તને નથી ખબર કે તુ શું કરી રહ્યો છું? તું ઈચ્છે છે? હું હોબાળો કરૂં? ત્યાર બાદ ડ્રાઈવર ફરી મને ગાળો બોલવા લાગ્યો અને મારી પાસે ભાડું માંગવા લાગ્યો. લોકો માત્ર તમાશો જોતા હતાં. અહીં કોઈ પોલીસકર્મી પણ ન હતો.

એક્સેક્સ ખતમ કર્યું

ઉબરે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે આ ઘટના બાદ તે ડ્રાઈવરનું એક્સેસ ખતમ કરી નાખી છે. અમારા દિશા-નિર્દેશ આ પ્રકારના અયોગ્ય વર્તન-વ્યવહારને સ્વિકાર કરતા નથી.

આ કંઈ પહેલી ઘટના નથી

ઉબર ટેક્ષી સેવા માટે આ પ્રકારની કોઈ પહેલી ઘટના નથી. ગત ઓક્ટોબરમાં હૈદરાબાદમાં મહિલાને એરપોર્ટ છોડવા જઈ રહેલા ડ્રાઈવરે પણ આ પ્રકારે જ હસ્તમૈથુન કર્યું હતું.