Mundra port case: National security, global drug mafia involvement, NIA probe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મુંદ્રા પોર્ટ કેસ: દેશની સુરક્ષા, વૈશ્વિક ડ્રગ્સ માફિયાની સંડોવણી, એટલે તપાસ NIAને

મુંદ્રા પોર્ટ કેસ: દેશની સુરક્ષા, વૈશ્વિક ડ્રગ્સ માફિયાની સંડોવણી, એટલે તપાસ NIAને

 | 5:41 am IST
  • Share

  • DRIપાસેની તપાસ NIAને સોંપવાના નિર્ણયને ભુજની કોર્ટે પણ બહાલી આપી

  • હવે આખા કેસની ન્યાયિક કાર્યવાહી ભૂજના બદલે અમદાવાદની ખાસ NIA કોર્ટમાં ચાલશે

  • ત્રણેય આરોપીને અમદાવાદ પોલીસ જાપ્તા હેઠળ સ્પે. કોર્ટમાં 18મી ઓકટોબર સવારે 11 વાગે રજૂ કરવાના રહેશે

ઈરાનના બંદર અબ્બાસ બંદરથી કચ્છના મુન્દ્રા બંદરે મોકલવામાં આવેલા બે કાર્ગો કન્ટેનરમાંથી 21 હજાર કરોડના હેરોઈન મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના મુંબઈ ખાતેના વી.વિક્રમને તપાસ ચાલુ કરી છે, જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, 21 હજાર કરોડના 2,991 કિલો હેરોઇન કાંડમાં ભારતની સાથે વિદેશના ડ્રગ્સ માફિયાની સંડોવાયેલા છે.

આ ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડીને વેચાણ કરીને નાણાં આંતકવાદી પ્રવૃત્તિમાં વાપરતા હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. એનઆઈએ દ્વારા ખાસ એડવોકેટ અમીત નાયર મારફતે ભુજની કોર્ટમાં અરજી આપીને એવો ઉલ્લેખ કરાયો છે કે, મુંદ્રા બંદરમાં બે કાર્ગો કન્ટેનરમાંથી મળેલ 2,991 કિલો હેરોઈનકાંડમાં માચાવરમ સુધાકર અને દુર્ગાપૂર્ણા વૈશાલી ગોવિંદરાજુ અને રાજકુમાર પી.ની ધરપકડ કરાઈ છે.

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈએને સોંપાઈ છે. જેથી તપાસના દસ્તાવેજો અને આરોપીઓની કસ્ટડી અમદાવાદની ખાસ કોર્ટમાં મોકલી આપવામાં આવે. ત્યારબાદ કોર્ટે કેસના દસ્તાવેજો એનઆઈએની કોર્ટમાં મોકલી આપવા માટે હુકમ કર્યો હતો.

ડીઆરઆઈને કેસની તપાસના દસ્તાવેજો એનઆઈને સોંપવાનો નિર્દેશ કર્યો છે. ત્રણેય આરોપીને અમદાવાદ પોલીસ જાપ્તા હેઠળ સ્પે. કોર્ટમાં 18મી ઓકટોબર સવારે 11 વાગે રજૂ કરવાના રહેશે. DRIની તપાસમાં બહાર આવ્યુ હતું કે, અર્થ-પ્રોસેસ્ડ ટેલ્ક અને ટેલ્કમ સ્ટોન્સ છે જે અફ્ઘાનિસ્તાનમાંથી ઉત્પન્ન થાય છે મેસર્સ હસન હુસેન મારફતે ટેલ્ક પાવડરનું કન્ટેનર મોકલેલું હતુ. ફેરેન્સિક તપાસમાં તે હેરોઈન હોવાનું પુષ્ટિ મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો