મ્યુનિ.ના ૬,૯૯૦ કરોડના બજેટમાં કોંગ્રેસનો ૧૬૦ કરોડનો સુધારો - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મ્યુનિ.ના ૬,૯૯૦ કરોડના બજેટમાં કોંગ્રેસનો ૧૬૦ કરોડનો સુધારો

મ્યુનિ.ના ૬,૯૯૦ કરોડના બજેટમાં કોંગ્રેસનો ૧૬૦ કરોડનો સુધારો

 | 3:41 am IST

અમદાવાદ, તા.૯

મ્યુનિ.કોર્પોરેશનના શાસકપક્ષ ભાજપે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલા મ્યુનિ.કોર્પોરેશનના સને ૨૦૧૮-૨૦૧૯ના વર્ષના રૂ.૬,૯૯૦ કરોડના અંદાજપત્ર પર કોંગ્રેસપક્ષે રૂ.૧૬૦ કરોડના વિકાસ સાથે શહેરીઓને રાહત અપાવે તેવા કામોનો સુધારો રજૂ કર્યા છે. જેમાં શહેરીઓ પર લદાયેલા રૂ.૧૨૫ કરોડના જંગી આધારિત ફોર્મ્યુલાના પ્રોપર્ટી ટેક્સના બોજને ફગાવી દઈ ૫૦ ટકા રાહતની જૂની ફોર્મ્યુલા યથાવત્ રાખવાની માગણી કરી છે. એ સાથે જો મ્યુનિ.કરદાતા સમયસર પ્રોપર્ટી ટેક્સ ન ભરે તો તેમની પાસેથી છેલ્લા એકત્રીસ વર્ષથી વસુલાતી ૧૮ ટકા દંડનીય વ્યાજની રકમ ઘટાડીને ૭ ટકા વ્યાજ રાખવાની માગણી પણ દોહરાવી છે એટલું જ ન હીં પ્રોપર્ટી ટેક્સની પેટે રૂ.૧૨૦૦ કરોડથી વધુ રકમ હજુ બાકી નીકળે છે ત્યારે વનટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમલી બનાવવા પણ દરખાસ્ત પેશ કરી છે.

મ્યુનિ.કોંગ્રેસપક્ષના નેતા દિનેશભાઈ શર્માએ પક્ષના સુધારાની દરખાસ્તોની માહિતી આપતા અખબારી પરિષદમાં એમ જણાવ્યું કે, મ્યુનિ.કોર્પોરેશનનો વહીવટ ખાડે ગયો છે અને શાસકપક્ષ ભાજપ શહેરીઓ પર જાતજાતનો બોજ લાદીને કરોડો રૂ.ના ખર્ચે બિનજરૂરી તાયફાઓ દ્વારા મ્યુનિ.તિજોરી ખાલી કરી રહી છે. શહેરીઓ હવે વધુ બોજ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં રહ્યાં નથી ત્યારે જંગી આધારિત ટેક્સની ૫૦ ટકા રાહત યથાવત્ રાખવી જોઈએ એમ આર્થિક હાલત નબળી હોવાથી કરદાતાઓ સમયસર ટેક્સ ભરી શકતા નથી. તેમની પાસેથી ૧૮ ટકા દંડનીય વ્યાજ વસૂલ કરવો એ બેરહેમી છે તે ઘટાડીને ૭ ટકા રાખવો જોઈએ. તેમણે કહ્યું કે, શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેને નાથવા શાસકપક્ષ નિષ્ફળ નીવડયો છે. આ સ્થિતિમાં અમારા પક્ષના સુધારામાં શહેરના આશ્રમરોડ, ડ્રાઈવ ઈન, આનંદનગર, પૂર્વ પશ્ચિમના ૧૩૨ ફૂટના રિંગરોડ, એસ.જી.હાઈવે, આસ્ટોડિયા, રિલીફ રોડના વિસ્તારોમાં ૧૦ એસ્કેલેટર ફૂટબ્રિજ બાંધવા તથા ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે માસ્ટરપ્લાન બનાવી પ્રાયારિટીના ધોરણે અમલ કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. તો વળી વા.સા.હોસ્પિટલના પરિસરમાં બંધાઈ રહેલી મ્યુનિ.મેટની હોસ્પિટલમાં ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર આપવા, ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વૃદ્ધજનોને મ્યુનિ.બસની જેમ બી.આર.ટી.એસ.માં મફત મુસાફરીનો લાભ તથા મ્યુનિ.હોસ્પિટલોમાં મફત મેડિકલ સારવારનો લાભ આપવાની માગણી કરી છે. વિપક્ષી નેતાએ કહ્યું કે, ૨૦૧૨ સુધીમાં ૧૦૦ ટકા પાણી અને ડ્રેનેજની સુવિધા પૂરી પાડવાની શાસકપક્ષે ગુલબાંગો કરી હતી, જે નિષ્ફળ નીવડી છે.

;