process of removal of pressure by the machinery businessmen made serious allegation in bhavnagar
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં મનપા દ્વારા દબાણ હટાવતા ગેસ લીકેઝ થતા વેપારીઓએ કર્યો ગંભીર આક્ષેપ

ભાવનગરમાં મનપા દ્વારા દબાણ હટાવતા ગેસ લીકેઝ થતા વેપારીઓએ કર્યો ગંભીર આક્ષેપ

 | 9:30 pm IST

ભાવનગરમાં મહાનગરપાલિકાએ ફરી દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે.મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કામગીરી કરી હતી.અનેક દુકાન માલિકોએ કરેલા દબાણોને હટાવાયા છે. નાના માણસો સામે જ કામગીરી થાય છે. અને મોટા માથાના દબાણો કેમ હટાવવામાં આવતા નથી તેવો આક્ષેપ કરીને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે શહેરના ભીડભંજન મહાદેવથી નવાપરા રોડ પરના દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ઓટલાઓ, બેનરો, બોર્ડ, કેબીનો, સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.દબાણ હટાવની ટીમ દ્વારા અહી અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ દબાણો દૂર ન કરતા મહાનગરપાલિકાની ટીમ મસમોટા પોલીસ કાફલા સાથે આ દબાણો દૂર કરવા આવી પહોંચી હતી.

કેટલીક દુકાનો માલિકો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે કરગરીને થોડો સમય આપો તો અમે બધું હટાવી લઈ તેમ માગણી કરી હતી. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમની એક વાત સાંભળીના હતી. અને દબાણો પર જે ને તે સ્થિતિમાં બુલડોઝર ફેરવી દેવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ વિસ્તારમાં એક ઠંડા પીણાની દુકાનપર મહાનગરપાલિકા દ્વારા સોડાના મશીન પર બુલડોઝર ફેરવતા ગેસના બાટલાઓમાંથી ગેસ લીકેઝ થતા લોકોમાં ભય જેવો માહોલ ફેલાયો હતો. જેથી વિસ્તારના વેપારીઓ સહીત સામાન્ય લોકોમાં દબાણની કામગીરી સામે રોષ ફાટી નિકળ્યો હતો.