Munmun Dutta Celebrated Holi and Shared Beautiful Photos On Social Media
  • Home
  • Featured
  • Photos: ‘તારક મેહતા….’નાં બબીતાજીએ રમી હોળી, રંગોથી ખીલી ઉઠ્યો ચહેરો

Photos: ‘તારક મેહતા….’નાં બબીતાજીએ રમી હોળી, રંગોથી ખીલી ઉઠ્યો ચહેરો

 | 3:01 pm IST

દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો. બોલીવુડ અને ટીવી કલાકારોએ પણ હોળી-ધૂળેટીનો તહેવાર અનોખા અંદાજમાં મનાવ્યા હતો. બોલીવુડની જાણીતીએ હસ્તીઓએ એકબીજાને રંગો અને ગુલાલ છાંટી તેમજ ડાન્સ કરીને ભારે ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરી હતી. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં જોવા મળતા બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ ખુબ જ આનંદ પૂર્વક હોળી મનાવી હતી. બબીતાજી સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાની તસવીરો શેર કરતા રહે છે. તેમણે હોળીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા એકદમ કલરફુલ લાગી રહ્યા છે. તેમનાં ચહેરા પર અને કપડા પર રંગ લગાવેલો જોવા મળી રહ્યો છે, જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલથી ઘરઘરમાં ઓળખ બનાવનારી બબીતાજી એટલે કે મુનમુન દત્તાને ફરવાનો પણ શોખ છે. તે જે પણ જગ્યાએ ફરવા જાય છે તે જગ્યાનાં શાનદાર ફૉટો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર જોતા તમે સમજી શકો છો કે બબીતાજીને ફરવાનો કેટલો શોખ છો. દુનિયાની ખૂબસૂરત જગ્યાઓનાં નયનરમ્ય દ્રશ્યોની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક બનાવી દે છે.

બબીતાજી જર્મનીથી લઇને જોર્ડન, કતાર, તુર્કી, પેરૂ, દોહા, આઇસલેન્ડ, વિયેતનામ, હૉંગકૉંગ, આર્જેન્ટિના, બાલીમાં અનેક જગ્યાએ ફરી ચુક્યા છે. તેમની તસવીરો જોઇને તમને પણ દુનિયા ફરવાની ઇચ્છા થઇ જશે. ઉલ્લેખનીય છે કે બબીબાજીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઓળખ જમાવી છે. આ ઉપરાંત મુનમુન દત્તા ‘મુંબઈ એક્સ્પ્રેસ’, ‘હૉલીડે’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન