પિતા જેકી શ્રોફને આ ગીતથી ટાઇગર શ્રોફે આપ્યુ ટ્રિબ્યુટ

335

અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મુન્ના માઇકલ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ‘મુન્ના માઇકલ’ની ટીમે હાલમાં તે સ્થાને ફિલ્મનું એક ગીત શૂટ કર્યુ જ્યાં જેકી શ્રોફ રહ્યા કરતો હતો. આ ગીતનાં બોલ છે ‘ડિંગ ડિંગ’ જાના માધ્યમથી ટાઇગર શ્રોફે પિતા જેકી શ્રોફને ટાઇગર ટ્રિબ્યુટ આપ્યુ છે. ગીતની પ્રથમ કડી જેકી શ્રોફની ફિલ્મ હીરોથી મળતી આવે છે પરંતુ આ ગીત સંપૂર્ણપણે નવુ છે. ટાઇગરે આ ગીત માટે 90ના દાયકામાં જેકીનાં જૂના લુક અને વાતચીત કરવાનાં લુકની કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે.

ગીત વિશે ટાઇગર શ્રોફ કહે છે કે, આ ગીત મારા પિતા માટે ટ્રિબ્યુટ છે. મુ્ન્નાનાં રૂપે આ ગીતને પિતાને ટ્રિબ્યુટ કરવુ એક સારી રીત છે. મારા માટે માર પિતા જ પસંદગી ભર્યા હિરો છે. તેઓ મારા દોસ્ત છે. આજે હું જે કંઇ પણ છું તેમના કારણે જ છું. આ જ કારણે હું તેમને આ ગીત દ્વારા ટ્રિબ્યુટ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

Ding-Dang time! Such a FUN FUN FUN song #munnamichael#nextgenfilms#eros#mumbaimirror

A post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal) on

એક ટાઇગર શ્રોફ સાથે આ ગીતમાં ફિલ્મની અભિનેત્રી નિધી અગ્રવાલ પણ નજર આવશે. ગીતને રોમાંચક બનાવવા માટે ગીતનાં થોડા ભાગને બસ પર પણ ફિલ્માવામાં આવ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યાએ કરી છે.