dhoraji Murder case CM announces to arrest accused
  • Home
  • Gujarat
  • હત્યા પ્રકરણમાં બે પીએસઆઈની બદલી, મુખ્યમંત્રીએ આરોપીને પકડવાની આપી ખાત્રી

હત્યા પ્રકરણમાં બે પીએસઆઈની બદલી, મુખ્યમંત્રીએ આરોપીને પકડવાની આપી ખાત્રી

 | 9:15 pm IST

ધોરાજીના ભાડેર ગામની બેવડી હત્યાનો મામલો પોલીસ માટે પડકાર રૂપ બનાવ બન્યો હોય એવું લાગે છે. માત્ર 8 દિવસમાં પાટણવાવના બે-બે પીએસઆઈ બદલીનો ભોગ બન્યાં છે. તેમજ આગેવાનોએ કરેલી મુખ્યમંત્રીને રજૂઆત બાદ મુખ્યમંત્રીએ આરોપીને પકડવાની ખાત્રી આપતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાની સહમતી આપી હતી. ધોરાજીના ભાડેર ગામે થયેલી બેવડી હત્યા મામલે આક્રોશ ફેલાયો છે અને પટેલ પરિવારે મૃતક સાંગાણી જીવરાજભાઈ પટેલની લાશ સ્વીકારવાની આજે આઠમાં દિવસે ના પાડી દીધી છે.

ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાપોલીસ વડા અંતરીપ સુદે પ્રથમ પાટણવાવના પીએસઆઈ કે.કે. ગોહીલની તાત્કાલીક અસરથી બદલી કરી ધોરાજીમાં પીએસઆઈ પી.જી. બાટવાની નિમણુંક કરી હતી. તેમજ ફરી ચાર દિવસમાંજ પીએસઆઈ બાટવાની બદલી કરી ઉપલેટાના આર.એ.ભોજાણીની પાટણવાવમા પીએસઆઈ તરીકે નિમણુંક આપી હતી. તેમજ સમગ્ર પ્રકરણની તપાસ સીપીઆઈ કે.આર.રાવત પાસે હતી. એ પણ લઈ અને જેતપુરના ડીવાયએસપી ઝેડ.આર. દેસાઈને સોંપવામાં આવેલ છે. બનાવને 8 દિવસ વિતવા છતા પણ ભાડેરના પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેમજ બેવડી હત્યા પ્રકરણે રાજકીય સ્વરૂપ પકડી લીધાની ચર્ચાએ જોર પકડયું છે.