Murder in Surendranagar Patdi Live Murder Video
  • Home
  • Featured
  • સુરેન્દ્રનગર: આ મર્ડરનાં લાઇવ દ્રશ્યો જોઇને છૂટી જશે કંપારી

સુરેન્દ્રનગર: આ મર્ડરનાં લાઇવ દ્રશ્યો જોઇને છૂટી જશે કંપારી

 | 12:05 pm IST

સુરેન્દ્રનગરનાં પાટડીમાં આધેડની હત્યાનાં લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બજણા ગામમાં આધેડ બાઈક લઈને નીકળ્યા તે સમયે 5થી 6 વ્યક્તિઓએ મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં આધેડની પત્નીને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. આધેડની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આરોપીઓની ધરપકડ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે.