'Murder Mystery' game made by a person of Indian origin
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય મૂળના વ્યક્તિએ બનાવી ‘મર્ડર મિસ્ટ્રી’ ગેમ, ખેલાડીઓ બની રહ્યા છે ‘જાસૂસ’!

ભારતીય મૂળના વ્યક્તિએ બનાવી ‘મર્ડર મિસ્ટ્રી’ ગેમ, ખેલાડીઓ બની રહ્યા છે ‘જાસૂસ’!

 | 11:16 pm IST
  • Share

ભારતીય મૂળના એક બ્રિટિશ સીઈઓએ એવી એક ખાસ મોબાઇલ ગેમ બનાવી છે, જેની હાલમાં ઘણી ચર્ચા થઈ રહી છે. બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (બાફ્ટા) નામના સ્ટુડિયો ઇલેક્ટ્રિક નોઇરના નિહાલ થરૂર જે ગેમ લઇને આવ્યા છે તેને રમતા ખેલાડીઓ ગુનાઓ ઉકેલનારા પોલીસ જાસૂસ બની રહ્યા છે. નિહાલ થરૂર અને સહ-સંસ્થાપક બેનેડિક્ટ ટેથમે આ અઠવાડિયે મર્ડર મિસ્ટ્રી ગેમ ‘ડેડ મેન્સ ફોન’ને લોન્ચ કરી હતી.

બે લાખથી વધુ ડાઉનલોડ્સ

ગત વર્ષે બીટા સંસ્કરણમાં તેની રજૂઆત પહેલા બે લાખથી વધુ ડાઉનલોડ્સ કરવામાં આવ્યા હતા. ઇન્ટરેક્ટિવ ક્રાઇમ ડ્રામા તરીકે રચાયેલ આ ગેમમાં ખેલાડી વાર્તાનું મુખ્ય પાત્ર બને છે અને લંડન સ્થિત કિશોર જેરોમ જેકબ્સની કાલ્પનિક હત્યાને હલ કરવા માટે પુરાવા સાથે રાખે છે, જેને બાલ્કનીમાંથી ધક્કો આપવામાં આવ્યો છે અને તે હાથમાં ફોન લઇને મૃત હાલતમાં મળી આવ્યો છે. આ ફોન આ ગુનાનો નિવેડો લાવવાની વાર્તાની મુખ્ય વિશેષતા છે.

લાઇવ લોકેશન માટે એક એપ્લિકેશન નકશા સાથે જોડાયેલ છે

થરૂરે તેના વિશે કહ્યું, ‘આ ખ્યાલ સ્માર્ટફોનનો લાભ લે છે, જેના દ્વારા ખેલાડી નવી રીતે વાર્તામાંથી પસાર થાય છે. આપણા ફોન આપણા જીવનના નાના સ્વરૂપો છે અને આપણે બધા જ તેનો ઉપયોગ ખૂબ નજીકથી જાણીએ છીએ. રહસ્યમય ઇન્ટરેક્ટિવ વાર્તાઓ કહેવાની આ સૌથી સચોટ વસ્તુઓ છે. ‘પ્લેયર્સના ફોન્સ પર, એક ન્યુઝ એપ હશે જે તેમના દ્વારા કરવામાં આવેલી ધરપકડની જાણ કરશે, એક એપ્લિકેશન નકશા સાથે જોડાયેલ છે, જ્યાં તેઓ લાઇવ લોકેશન શોધી શકશે.

એક સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ હશે

આ સાથે જ ફોન પર એક સોશિયલ મીડિયા એપ્લિકેશન હશે, જ્યાં તેઓ એક વાયરલ ઝુંબેશ ચલાવી શકે છે અને ઘરે બેઠા બેઠા પોલીસ ઇન્ટરવ્યૂ માટે ઝૂમ એપ્લિકેશન પણ હશે. થરૂરને આશા છે કે આ વિચાર દ્વારા તેઓ એક નવો ટ્રેન્ડ શરૂ કરશે અને ગેમ નહીં રમનારા પણ આની તરફ આકર્ષિત થશે.

આ વિડીયો પણ જુઓ: તાપીના સોનગઢમાં સ્વૈચ્છિક આંશિક લૉકડાઉન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન