Murder of a public youth on 150 feet ring road in Rajkot
  • Home
  • Gujarat
  • રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર સરાજાહેર પથ્થરના ઘા મારી યુવકનું માથું છૂંદી નાંખ્યું

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર સરાજાહેર પથ્થરના ઘા મારી યુવકનું માથું છૂંદી નાંખ્યું

 | 12:07 pm IST
  • Share

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર યુવકને પથ્થરના ઘા મારી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેમા સરાજાહેર ધમધમતા રોડ ફૂટપાથ પાસે પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં ફોન આવ્યો હતો. જેમા 150 ફૂટ રિંગરોડ આવેલ ફૂટપાથ પર અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો છે. જોકે પોલીસ ઘટના સ્થળે પોહચી અને તપાસ શરૂ કરતા મૃતક બાજુના ખોડિયારનગરનો રહેવાસી દિનેશ પોપોટ ખાટ હોવાનું સામે આવ્યું હતું, મૃતક યુવક 4 વાગે તેના પરિવારજનો પાસે 500 રૂપિયા લઈ જૂનાગઢ જવા નિકળ્યો હતો. જોકે સાંજે મૃતદેહ મળતા પોલોસે મૃતદેહને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

જોકે હાલ તો માલવીયા નગર પોલીસે આસપાસના CCTV ચકાસણી શરૂ કરી છે અને મૃતક દિનેશ જૂનાગઢ જવા માટે બોલેરો કાર લઈને નિકળેલો બોલેરો કાર કોની હતી અને હાલ ક્યાં છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જવા માટે તેની સાથે અન્ય કોઈ હતું કે શું? તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે હત્યા પહેલા મરામરી થઈ છે કે કેમ પોલીસ પણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.

જોકે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ તેજ કરી આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમોને કામે લગાડી દીધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો