Murder of a youth living on Tabli Hanuman Road near Kathwada in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • માત્ર 200 રૂપિયા માટે અમદાવાદમાં થયુ મર્ડર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થયો ખુલાસો

માત્ર 200 રૂપિયા માટે અમદાવાદમાં થયુ મર્ડર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થયો ખુલાસો

 | 7:37 pm IST

માત્ર 200 રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા (Murder Case) થઈ હોવાનો કિસ્સો અમદાવાદ (Ahmedabad)માં સામે આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ઝધડો થયો અને ઝઘડામાં બંને વચ્ચે મારમારી થતા યુવકનું મૃત્યુ (Youth Murder) નીપજ્યું છે. નિકોલ પોલીસે (Nikol Police) હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ શહેરના છેવાડે આવેલ કઠવાડા પાસે ટેબલી હનુમાન રોડ પર રહેતા યુવક કાળું ચુનારાની હત્યા કરવામાં આવી હતી. જેમાં ઘટનાની વિગતવાર વાત કરીએ તો કાળું ચુનારા અને પાડોશમાં રહેતા રણજીત ચુનારા સાથે રૂપિયા 200ની લેતીદેતી મામલે 10 દિવસ પહેલા ઝધડો થયો હતો. જેમાં કાળું ચુનારાએ રણજીત ગાળો ભાંડી હતી, જેથી રણજીતે ઉશ્કેરાઈ કાળુંને ગડદા પાટુનો માર માર્યો હતો. જે બાદ લોહીલુહાણ હાલતમાં રહેલ કાળું હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેમાં પોલીસ અકસ્માતે મોત ગુનો નોંધી લાશ પીએમ કરાયું હતું. જોકે પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી છે.

માત્ર રૂપિયા 200માં હત્યા કરી દેનાર હત્યારો પાડોશી રણજીત ચુનારાની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રણજીતે પૂછપરછમાં મૃતક કાળુ ગાળો બોલી હોવાથી ઉશ્કેરાઈ મારામારી કરી હોવાની કબૂલાત કરી છે. પરતું પોલીસ તપાસમાં મારામારી થઈ હતી ત્યારે આરોપી રણજીતે મૃતક કાળુંને ધક્કો મારતા જમીન પર પટકાતા પથ્થર વાગી ગયો હતો. જે બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.

પકડાયેલ આરોપી છુટક મજૂરી કરતો હોવાથી તેને પૈસાની જરૂર હોવાથી ઉછીના પૈસા માંગવા ગયો હોવાનું સામે આવ્યું છે. જો કે નિકોલ પોલીસે આરોપી ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે હત્યા કરવામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? સાથે જ હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે તે સમગ્ર બાબતે તપાસ તેજ કરી છે.

આ વીડિયો પણ જુઓ : અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન