સુરતમાં GRD જવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરાઇ કરપીણ હત્યા - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં GRD જવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરાઇ કરપીણ હત્યા

સુરતમાં GRD જવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરાઇ કરપીણ હત્યા

 | 11:16 am IST

સુરતના રાંદેર પાસે પાલનપુર જકાતનાકા નજીક ઉમરાના જીઆરડી જવાનને તીક્ષ્ય હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે જીઆરડી જવાન પોતાની કાર પાસે ઉભો હતો ત્યારે તેને હાથ, પગ અને છાંતીમાં તીક્ષ્ય હથિયારના ઘા ઝીંકી દેવાયા હતા. આ હત્યામાં રાજકીય નેતાના પુત્રનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જીઆરડી જવાન અશોક પરમારની હત્યામાં સંડોવાયેલા પાંચ પૈકી ચારને પોલીસે ઝડપી પાડ્યા છે. પરંતુ મુખ્ય સૂત્રધાર હજું ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઇકાલે રાત્રે અંદાજે સાડા બારની આજુબાજુ વિવેકાનંદ સોસાયટી પાસે કેટલાંક મિત્રોમાં ઝઘડો થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા હુમલાખોરો ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા. ત્યારબાદ થોડીક જ વારમાં હાથમાં છરા, ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો લઇને વિવેકાનંદ સોસાયટી પાસે પહોંચ્યા અને ત્યાં જીઆરડી જવાન પર તૂટી પડ્યા હતા. આશોકને લોકોએ સારવાર માટે ખસેડ્યો ત્યાં જ સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.

મૃતક અશોકના મિત્રોનું કહેવું છે કે ઝઘડો લગભગ બે વર્ષ પહેલાથી ચાલતો હતો. હત્યારા અશોકના પિતરાઇભાઇના કેટલાક રૂપિયાને લઇ ઝઘડો ચાલી રહ્યો હતો. ગુરૂવારની રાત્રે ઝઘડો હત્યારાઓ વચ્ચે થયો હતો. ત્યારબાદ અશોક મધ્યસ્થી કરવા જતાં વાત વણસી હતી. જોત જોતામાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ અશોકની હત્યા સુધી પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ઉમરા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો.

;