Murli Mahohar Joshi Told Finance Secretary that Don't Teach me GDP I am Following It since My birth
NIFTY 10,973.15 -45.75  |  SENSEX 36,457.49 +-84.14  |  USD 68.5600 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નાણા સચિવને મોરલી મનોહર જોશીએ કહ્યું, “GDP વિશે મને ના શીખવો, જન્મથી ફૉલો કરું છું”

નાણા સચિવને મોરલી મનોહર જોશીએ કહ્યું, “GDP વિશે મને ના શીખવો, જન્મથી ફૉલો કરું છું”

 | 4:33 pm IST

સંસદીય અંદાજ સમિતિએ બેંકોનાં વધતા લેણાનાં મુદ્દે બ્રીફિંગ માટે મુખ્ય આર્થિક સલાહકાર પદ પરથી રાજીનામુ આપનારા અરવિંદ સુબ્રમણ્યમની સાથે સાથે ઈડી અને સીબીઆઈને પણ બોલાવ્યા હતા અને વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

બીજેપીનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીની અધ્યક્ષતાવાળી અંદાજ સમિતિએ મંગળવારે બેંકોનાં વધતા NPA મુદ્દે ચર્ચા માટે નાણા સચિવ હસમુખ આદિયા અને ભારતીય રિઝર્વ બેંકનાં ડિપ્યૂટી ગવર્નર સહિત નાણા મંત્રાલયનાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને બોલાવ્યા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 30 સભ્યોની સદસ્ય સમિતિએ બેંકિગ ક્ષેત્રમાં વધી રહેલા NPAનાં કારણે ઉત્પન્ન થઇ રહેલા સંકટ પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સંસદની એસ્ટિમેટ સમિતિમાં 29 વર્ષ પછી કોઇ નાણા સચિવને સમન્સ પાઠવવામાં આવ્યા. મંગળવારે જ્યારે બેંક લોનમાં વધતા NPA પર જાણકારી આપતા નાણા સચિવ હસમુખ અડિયાએ એક રેફરન્સમાં GDPનો ઉલ્લેખ કર્યો તો મુરલી મનોહર જોશીએ કહ્યું કે, “મારો જન્મ 5 ફેબ્રુઆરી 1934માં અને GDPનો જન્મ 4 ફેબ્રુઆરી 1934નાં રોજ થયો હતો. આ માટે હું GDPને જન્મથી ફૉલો કરી રહ્યો છું. આ માટે મને GDP વિશે ના જણાવો.”

4 કલાક ચાલેલી સમિતિની બેઠકમાં સભ્યોએ એ તમામ બેંકોની બૉર્ડ મીટિંગ્સની મિનિટ્સ માંગી છે જેમાં મોટી લૉનને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ આજે આ પ્રકરણ સાથે જોડાયેલી જાણકારી સમિતિ સામે રજૂ કરશે.