NIFTY 9,988.75 +9.05  |  SENSEX 31,846.89 +32.67  |  USD 65.3550 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મરે મોન્ટે કાર્લો ઓપન દ્વારા ટેનિસ કોર્ટ પર પરત ફરશે

મરે મોન્ટે કાર્લો ઓપન દ્વારા ટેનિસ કોર્ટ પર પરત ફરશે

 | 2:41 am IST

લંડન , તા. ૧૫

ટેનિસ જગતમાં નંબર વનનાં સ્થાને રહેલા બ્રિટનનાં ટેનિસ સ્ટાર એન્ડી મરે કાંડાની ઇજા બાદ એક મહિના પછી આવતા અઠવાડિયાથી શરૂ થતી મોન્ટે કાર્લોની ટૂર્નામેન્ટમાં પરત ફરશે.

મરેએ શુક્રવારની રાત્રે તેણે આ વિશેની જાહેરાત કરી હતી. વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનો આ વર્ષની પ્રથમ યુરોપિયન ક્લે કોર્ટની ટૂર્નામેન્ટનાં ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યાં બાદ તેનો સામનો ટોમી રોબ્રેડો અથવા જાઇલ્સ મુલર વચ્ચે થશે. મોન્ટે કાર્લોમાં મરેને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.

ઇન્ડિયન વેલ્સમાં કાંડાની ઇજા બાદ ટેનિસથી બહાર રહેલો નોવાક જોકોવિચ પણ ટેનિસ કોર્ટ પર પરત ફરવાનો છે. મરેને જોકોવિચ અને નડાલની વિરુદ્ધનાં ડ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ૨૯ વર્ષીય મરે છેલ્લે ૧૨ માર્ચે ઇન્ડિયન વેલ્સમાં રમ્યો હતો. તે પછી મરે માયામી ઓપન અને ડેવિસ કપ ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાંથી ખસી ગયો હતો.  હવે બે અઠવાડિયાની ટ્રેનિંગ બાદ ટેનિસ કોર્ટ પર પરત ફરવા તૈયાર છે. તેણે ગત સોમવારે રાત્રે એક પ્રદર્શન મેચમાં રોજર ફેડરર સામે બે સેટની મેચમાં ભાગ લીધો હતો.