Mushtaq Ahmed and his daughter trolled by users on Social Media
  • Home
  • Corona live
  • પાક. દિગ્ગજ ક્રિકેટરની દીકરીના કપડાઓ પર લોકોએ કરી અભદ્ર કોમેન્ટ, કહ્યું- ધર્મની વાતો…

પાક. દિગ્ગજ ક્રિકેટરની દીકરીના કપડાઓ પર લોકોએ કરી અભદ્ર કોમેન્ટ, કહ્યું- ધર્મની વાતો…

 | 2:35 pm IST

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર મુશ્તાક અહમદનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોમાં તેની દીકરી તેને લિપિસ્ટિક લગાવતા નજરે આવી રહી છે. પરંતુ મુશ્તાક અહમદનો આ વીડિયો ફેન્સને જરાય પસંદ ન આવ્યો. તેથી હવે યુઝર્સ તેની ટીકા કરી રહ્યા છે અને અલગ-અલગ કોમેન્ટ કરી ટ્રોલ કરી રહ્યા છે.

શું છે વીડિયોમાં?

ખરેખર, વીડિયોમાં મુશ્તાક અહમદ ભર ઊંઘમાં છે. જ્યારે તેની દીકરી સુમિયા પિતાના હોઠ પર લિપસ્ટિક લગાવી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ સુમિયાના કપડા પર અભદ્ર કોમેન્ટ કર્યા. એક ફેને તો એવું પણ લખ્યું કે ધર્મ શિખવવાની વાત કરનાર પોતે પોતાની દીકરીને નથી સંભાળી શકતા.

આ પહેલા પાકિસ્તાનનો સીનિયર ક્રિકેટર સકલેન મુશ્તાક પણ ટ્રોલ થયો હતો કારણે કે મહિલાઓની જેમ મેકઅપ કરતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આપને જણાવી દઈએ કે મુશ્તાક અહમદે પાકિસ્તાન માટે 52 ટેસ્ટમાં 185 અને 144 વન ડે મેચમાં 161 વિકેટ ઝડપી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 1407 વિકેટ છે.

આ વીડિયો પણ જુઓ: મોરબીમાં પક્ષીઓ માટે જગોદણા પરિવારનો અનોખો સેવાયજ્ઞ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન